દિલ્હી બ્લાસ્ટ કેસ: NIA દ્વારા 6 આરોપી ઝડપાયા, 10 દિવસના રિમાન્ડમાં ખૂલશે નવા રહસ્યો

શ્રીનગરથી વધુ ચાર આરોપીની ધરપકડ, વિસ્ફોટનું ષડયંત્ર ઘડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી
નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કેન્દ્રીય એજન્સી (એનઆઈએ) છ લોકોની ધરપકડ કરી છે. દસમી નવેમ્બરના બ્લાસ્ટમાં એનઆઈએ દ્વારા આજે મોટી કાર્યવાહી કરી છે, જેમાં તપાસ કરનારી એનઆઈએએ વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીના 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે.
આ ચારેય આરોપીને શ્રીનગરમાં ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ડોક્ટર મુઝમ્મિલ શકીલ ગનાઈ (પુલવામા), ડોક્ટર અદીલ અહમદ રાઠર (અનંતનાગ), ડોક્ટર શાહીન સઈદ (લખનઉ), મુફ્તી ઈરફાન અહમદ વાગે (શોપિયા) તરીકે કરી કરે છે. તપાસમાં જણાવ્યા મુજબ આ તમામે વિસ્ફોટનું ષડયંત્ર અને હુમલા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટઃ આત્મઘાતી બોમ્બર ઉમર નબીનું ઘર તોડવા મુદ્દે ભાજપના નેતાએ કર્યો વિરોધ
આ હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ અગાઉ તપાસ એજન્સીએ રાશિદ અલી અને જાસિર બિલાલ ઉર્ફે દાનિશની ધરપકડ કરી હતી. આમિર રાશિદના નામે બ્લાસ્ટમાં ઉપયોગમાં કરેલી કાર ખરીદી હતી.
બિલાલ વાની ઉર્ફે દાનિશે હુમલામાં ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. બંને જણની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર ટેરર મોડ્યુલ અને તેના નેટવર્કને પકડવામાં મદદ મળે. ડોક્ટર મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઈરફાનને અગાઉ જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી હતી. હવે દિલ્હી પોલીસના ષડયંત્રમાં એનઆઈએએ ચારેયની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ: જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ‘આત્મઘાતી બોમ્બર’ તૈયાર કરવા ડિજિટલ હવાલાથી કરી રહ્યું છે ફંડિંગ…
ચારેય આરોપીએ i20 કાર પ્રાપ્ત કરવા, તેની મૂવમેન્ટ નક્કી કરવાની પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે જ નક્કી કર્યું હતું કે દિલ્હી સુધી સુરક્ષિત પહોંચવાનું. આ બ્લુપ્રિન્ટ ડોક્ટર મુઝમ્મિલ અને ડોક્ટર રાઠરે તૈયાર કર્યું છે.
લખનઉની ડોક્ટર શાહીને ફંડ ચેઈન મારફત મેડિકલ વિઝિટની આડમાં આ લોકો સાથે મીટિંગ કરી હતી. મુફ્તી ઈરફાન અહમદ વાગેએ આતંકી મોડ્યુલને આઈડિયોલોજિકલ સપોર્ટ આપ્યો હતો.



