
નવી દિલ્હી : દિલ્હી બ્લાસ્ટમાં જેની સંડોવણી હોવાની આશંકા છે તે ડો. શાહીન અંગે મોટો ખુલાસો થયો છે. હરિયાણાના ફરીદાબાદથી ધરપકડ કરાયેલી શાહીન આતંકી સંગઠન જેશ એ મોહમ્મદની મહિલા વિંગની કમાન્ડર હતી. તેમજ તે જેશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરની બહેન સહિદાના સતત સંપર્કમાં હતી. તેના ઈશારે તે ભારતમાં આતંકી મહિલા બ્રિગેડ બનાવી રહી હતી. તે જેશના જમાત ઉલ મોમિનાત સંગઠન સાથે જોડાયેલી હતી.
આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે , લખનઉ રહેવાસી શાહીન ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરે છે તેવું જાણવા મળ્યું હતું. મુઝમ્મિલની માહિતી પર જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં તેની ધરપકડ કરી હતી. તેની કારમાંથી AK-47 મળી આવી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે તે પણ આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલી હતી.
દિલ્હી પોલીસ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે
આ દરમિયાન દિલ્હી પોલીસની એક ટીમ અલ ફલાહ યુનિવર્સિટી પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમો હજુ પણ યુનિવર્સિટીની અંદર તપાસ કરી રહી છે.
દિલ્હી બ્લાસ્ટમાં શાહીન શાહીદનો હાથ હોવાની આશંકા
આ કાર્યવાહી ફરીદાબાદમાં પકડાયેલા આતંકીની પૂછપરછ બાદ કરવામાં આવી હતી. તેમજ દિલ્હી બ્લાસ્ટમાં શાહીન શાહીદનો હાથ હોવાની આશંકા છે. તેના મકાન માલિક ડોક્ટરનું નામ પરવેઝ અંસારી છે. તેમજ ઈન્ટીગ્રલ યુનિવર્સીટીનો પાસ તેમની ગાડીમાં લાગેલો મળ્યો હતો.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ આતંકી મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ શાહીનની ધરપકડ, બ્લાસ્ટમાં સામેલ હોવાની આશંકા



