
ગદ્દારો પર NIA, IB અને સેના સિંહ બનીને ત્રાટકી; ભડકાઉ ભાષણોના રેકોર્ડિંગ્સ જપ્ત કરાયા
નવી દિલ્હીઃ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તે બાદ સુરક્ષા એજન્સી દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 1500થી વધારે જગ્યાએ રેડ પાડવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જ્યાં 10 ટકા પણ શંકા હોય ત્યાં સુરક્ષા એજન્સી રેડ પાડીને તપાસ કરી રહી છે. જમાત-એ-ઇસ્લામીના માહિતી આપનારાઓ, કટ્ટરપંથી પ્રવક્તાઓ અને તેમના સહયોગીઓ, પછી ભલે તે ઓફિસોમાં હોય, મદરેસામાં હોય કે ક્લિનિકમાં હોય, બધાને નિશાન બનાવવામાં આવ્યા છે. દેશની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય તે રીતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.
દેશના ગદ્દારો પર સુરક્ષા એજન્સી સિંહ બનીને ત્રાટકી
જે પણ લોકો દેશ સાથે ગદ્દારી કરી રહ્યાં છે તેમના પર સુરક્ષા એજન્સીઓ સિંહ બનીને ત્રાટકી રહી છે. ભારતના વિરૂદ્ધમાં એક પણ શબ્દ બોલ્યો હોય કે પછી દેશ સાથે ગદ્દારી કરી હોય તેવા લોકોને જમ્મુ-કાશ્મીર પોલીસ, એનઆઈએ, આઈબી અને સેના સાથે મળીને ઘરે જઈને ઝડપી રહી છે. ખાસ તો કાશ્મીરના કુલગામ, અનંતનાગ, શોપિયા, સોપોર અને ગાંદરબલ જિલ્લામાં અત્યારે સઘન તપાસ ચારી રહી છે. કુલગામમાં 200 સ્થાળોએ રેડ પાડવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દિલ્હી બ્લાસ્ટના મુખ્ય આરોપી ડૉ. ઉમરના સહયોગીઓને પણ ઝડપી લેવામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સી ઘાટીમાં સઘન તપાસ શરૂ કરી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સોપોરમાં પણ રેડ પાડી રહી છે. આ સાથે જાંગિર અને રફિયાબાદ વિસ્તારોમાં પહેલા આતંકી પ્રવૃત્તિઓને મદદ મળતી હોવાથી અહીં પણ રેડ પાડીને તપાસ કરવામાં આવી રહી છે. આ રેડ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ભડકાઉ ભાષણના રેકોર્ડિંગ, ડિજિટલ ગેજેટ્સ, દસ્તાવેજ અને પુસ્તકો પણ મળ્યાં છે. આ વિસ્તારમાં ગઝવા-એ-હિંદ અને ઇસ્લામિક સ્ટેટ જેવા ખતરનાક વિચારોને ફરી પ્રચલિત કરવા માટેની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની આશંકાઓ છે. જેમાં ડૉક્ટર, શિક્ષક અને અફસરો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
ઘરેથી ભાડકાઉ વીડિયો અને ભાષણો પણ મળ્યાં
અનંતનાગ પોલીસે 500 જગ્યાએ રેડ પાડી છે. આ સાથે શોપિયાંમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમાત સાથે જોડાયેલા ડૉ.હમીદ ફયાઝ અને મોહમ્મ યુસુફ જેવા લોકો પણ નજર રાખવામાં આવી રહી છે. તે બંનેના ઘર પર પણ રેડ પાડવામાં આવી છે. તેમના ઘરેથી લેપટોપ અને પેન ડ્રાઈવ જપ્ત કરવામા આવી છે. જેમાં ભાડકાઉ વીડિયો અને ભાષણો મળ્યાં છે. જે લોકોએ પણ ગઝવા-એ-હિંદ અને ઇસ્લામિક સ્ટેટ જેવા વિચારો પર ભાષણ આપ્યું હતું તે તમામ લોકો પર અત્યારે નજર રાખવામાં આવી રહી છે. આ લોકોના ભાષણના કારણે યુવાનોમાં નફરત અને હિંસા પેદા થઈ હોય અને પછી તેઓ આતંકી પ્રવૃત્તિઓનો ભાગ બની ગયાં હોય તેવી સુરક્ષા એજન્સીને આશંકા છે.
લોકો સામેથી પોલીસને તપાસ કરવા માટે કહી રહ્યાં છે
સુરક્ષા એજન્સી દ્વારા સાથે મળીને આ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ લોકોએ પણ સઘન કાર્યવાહીની માંગ કરી છે. કેટલાક વિસ્તારોમાં તો લોકો સામેથી પોલીસને તપાસ અને કાર્યવાહી કરવા માટે કહી રહ્યાં છે તો સામે જમાત-એ-ઇસ્લામીના કટ્ટર સમર્થકોમાં ભારે ભયનો માહોલ છે. કેટલાક તો ફોન બંધ કરીને પોતાનું ઘર છોડીને ભાગી ગયાં હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, તબીબી વ્યવસાય, શૈક્ષણિક જગત અને વહીવટ સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં શંકાસ્પદ અને કટ્ટરપંથીઓ પણ સુરક્ષા એજન્સીની નજરમાં છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં પણ હાઈ એલર્ટ, સુરક્ષા સઘન કરાઈ…



