દિલ્હી બ્લાસ્ટમાં સંડોવાયેલી ડોકટર શાહીનનું કાનપુર કનેકશન પ્રકાશમાં આવ્યું, જાણો વિગતે

નવી દિલ્હી : કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફેલાયેલા એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં ધરપકડ કરાયેલી ડોકટર શાહીન શાહિદના કાનપુર કનેક્શને આ કેસમાં એક નવો વળાંક આપ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ ડો શાહીન, જેની કારમાંથી AK-47 રાઇફલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તે એક સમયે કાનપુરની પ્રતિષ્ઠિત ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં લેક્ચરર હતી.
ડો. શાહીનનું કાનપુર કનેકશન પણ પ્રકાશમાં આવ્યું
આ દરમિયાન ડો. શાહીનનું કાનપુર કનેકશન પણ પ્રકાશમાં આવ્યું છે. તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી તેમજ કાનપુરની પ્રતિષ્ઠિત ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં લેક્ચરર હતી. , જ્યાં તે મેડિસિન વિભાગમાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી.
વર્ષ 2009 થી 2010 ની વચ્ચે તેમની કન્નૌજની સરકારી મેડિકલ કોલેજમાં બદલી કરવામાં આવી હતી. ત્યાં થોડો સમય સેવા આપ્યા પછી તેઓ કાનપુર પરત ફરી હતી. પરંતુ વર્ષ 2013 માં તેઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી.. તેની લાંબી ગેરહાજરી બાદ કોલેજ વહીવટીતંત્રે ડો. શાહીનને ઘણી નોટિસ ફટકારી હતી. પરંતુ જ્યારે કોઈ જવાબ મળ્યો નહીં ત્યારે તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવી હતી.
આપણ વાચો: સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા! જ્યોર્જિયા અને અમેરિકાથી બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની ધરપકડ
મુઝમ્મિલ વારંવાર તેની કારનો ઉપયોગ કરતો હતો
પુલવામાના રહેવાસી આતંકી મુઝમ્મિલ શકીલ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં લેક્ચરર હતો. જયારે ડો. શાહીન તેની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે અને વારંવાર તેની કારનો ઉપયોગ કરતો હતો. પોલીસનો દાવો છે કે આ મોડ્યુલ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ ના ઈશારે કાર્યરત હતું.
શાહીનને એરલિફ્ટ કરીને શ્રીનગર લઈ જવામાં આવી
જેનો હેતુ દિલ્હી, લખનઉ અને અન્ય મુખ્ય શહેરોમાં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો. આ નેટવર્કમાં ત્રણ ડૉક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડૉ. આદિલ રાથેર (સહારનપુર) અને ડૉ. ઉમર નબી (અલીગઢ)નો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલ ડૉ. શાહીનને એરલિફ્ટ કરીને શ્રીનગર લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.
ડોક્ટર ગેંગમાં પાંચ લોકોનો સમાવેશ
જયારે ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે ડોક્ટર ગેંગમાં પાંચ લોકોનો સમાવેશ થયો છે. આ ગેંગ દિલ્હીમાં લાલ કિલ્લા વિસ્ફોટ જેવી ઘટનાઓમાં પણ સામેલ હોવાની શંકા છે. જયારે એટીએસ સવારે મેડિકલ કોલેજ પહોંચી અને ડૉ. શાહીનના બધા રેકોર્ડ, હાજરી પત્રકો, ટ્રાન્સફર ફાઇલો અને વિભાગીય દસ્તાવેજો એકત્રિત કર્યા હતા.તેમજ હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે.



