Delhi Blast: તપાસ NIAને સોંપાઈ, અમિત શાહની બેઠક બાદ નિર્ણય, કારની કુંડળીમાં આતંકી કનેક્શનની શંકા

ચાર દિવસ પહેલા ખરીદવામાં આવેલી કારની સમગ્ર કુંડળી જાણો, ડીલર પણ સપાટામાં
નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકના એક નંબરના ગેટ સ્થિત એક કારમાં વિસ્ફોટ પછી હજુ પણ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે આ વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસ સહિત સ્પેશિયલ સેલ તપાસ કરી રહી છે ત્યારે આજે ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક પછી આ વિસ્ફોટ અંગે તપાસ કરવાની જવાબદારી ગૃહ મંત્રાલયે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) પણ સોંપવામાં આવી છે. આ વિસ્ફોટ અંગે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ એક આતંકવાદી હુમલો છે, કારણ કે આતંકવાદી હુમલાની તપાસ કરવાનો અધિકાર એનઆઈએને છે. આજે બપોરના ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાનીમાં સુરક્ષા સંબંધમાં મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઊંડાણપૂર્વક તપાસ એનઆઈએ કરશે.
29મી ઓક્ટોબરના પીયુસી કર્યું ત્યારનો વીડિયો
દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અંગે કાર (HR 26 CE 7674))નું પગેરું શોધવા માટે તપાસ એજન્સી જમીન પાતાળ એક કરી રહી છે, જેમાં એક પછી એક સુરાગ મળી રહ્યા છે. કાર અંગે મહત્ત્વની જાણકારી મળી છે, જેમાં કાર 29મી ઓક્ટોબરના i20 ચાર દિવસ પહેલા ખરીદવામાં આવી હતી. કારનું પીયુસી કરાવવામાં આવ્યું ત્યારે કારમાં ત્રણ લોકો હાજર હતા. 29મી ઓક્ટોબરના 4.20 વાગ્યાનો વીડિયો પણ મળ્યો હતો, જેમાં કારમાં તારિક પણ હાજર હતો, જેના નામે ડોક્ટરે ઉમરે કાર ખરીદી હતી.
આ કાર ક્યાંથી ખરીદવામાં આવી?
આ કાર હરિયાણાના ફરિદાબાદ સેક્ટર 32ના રોયલ કાર ઝોન નામની દુકાનમાંથી ખરીદવામાં આવી હતી. ફરિદાબાદના ડીલર પાસેથી કાર ખરીદવામાં આવી હતી. ડીલરને દિલ્હી પોલીસે પણ પૂછપરછ માટે બોલાવ્યો હતો. ફરિદાબાદ સેક્ટરમાં આવેલી કાર સોનુની ઓફિસ છે. તેને ઓએલએક્સ પર કારની જાહેરાત પોસ્ટ કરી હતી એના પછી કાર વેચી હતી. ફરિદાબાદ પોલીસ પ્રવક્તા યશપાલ સિંહે કહ્યું કે સોનુને પકડીને દિલ્હી પોલીસ સેલના હવાલે કરવામાં આવ્યો છે.
કારના મૂળ માલિકથી લઈને ખરીદદારોની કુંડળી
પોલીસે કારના રજિસ્ટર્ડ માલિક મોહમ્મદ સલમાનને ગુરુગ્રામથી પકડ્યો છે. સલમાને જણાવ્યું કે તેને આ કાર દેવેન્દ્ર નામની વ્યક્તિને વેચી હતી, જેને આગળ જઈને અંબાલામાં કોઈને વેચી હતી. પોલીસ ખરીદદારોની કડીને શોધી રહી છે. બનાવટી આઈડીમાં પુલવામા (જમ્મુ કાશ્મીરનું નામ)ની વ્યક્તિ સાથે લિંક મળી છે, જેમાં આતંકવાદી કનેક્શનની શંકા છે. સલમાનના નિવેદન પછી પોલીસ અને પરિવહન વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. પોલીસ આરટીઓના રેકોર્ડ્સ મારફત એ શખસની ઓળખ કરવાની છે, જે વિસ્ફોટ વખતે કારમાં હતો જેને સલમાન પાસેથી કાર ખરીદી હતી. વિસ્ફોટમાં માર્યા જનારાની ઓળખ થઈ નથી. મૃતકોની ઓળખ માટે ડીએનએ અને અન્ય ટેક્નિકથી તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્ફોટ થયેલી કાર ગુરુગ્રામમાં રજિસ્ટર્ડ
લાલ કિલ્લા નજીક i20 કારમાં વિસ્ફોટ થયો એ હરિયાણાની છે. આ કાર ગુરુગ્રામ ઓર્થ આરટીઓમાં રજિસ્ટર્ડ થઈ હતી. એક વર્ષમાં સાત વખત વેચી હતી. આ વિસ્ફોટ અંગે પોલીસે કહ્યું કે આ વિસ્ફોટ સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર છે. ચાર-ચાર વખત કારની ઓનરશિપ બદલવામાં આવી હતી, જ્યારે તેમાં બનાવટી આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આતંકવાદી હુમલા માટે ઉપયોગ કરવાની આ ટેક્નિક છે.
કાર દિલ્હીમાં ક્યારે જોવા મળી?
સવારના આઠ વાગ્યે બાદરપુર ટોલ પ્લાઝાથી દિલ્હીમાં એન્ટ્રી લીધી હતી. 8.20 વાગ્યે ઓખલા ઈન્ડસ્ટ્રિયલ એરિયા નજીક પેટ્રોલ પંપ પર કારમાં ફ્યુઅલ ભરાવ્યું હતું. બપોરના 3.19 વાગ્યે લાલ કિલ્લા નજીક પાર્કિંગમાં રાખવામાં આવી હતી સાંજના 6 વાગ્યે પાર્કિંગની બહાર જોવા મળી હતી. એના પછી દરિયાગંજ, કાશ્મીરી ગેટ અને સુનેહરી મસ્જિદની આસપાસ ફરી હતી.
આપણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ આતંકી મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ શાહીનની ધરપકડ, બ્લાસ્ટમાં સામેલ હોવાની આશંકા



