નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: કારના માલિકને બદલે ગુરુગ્રામના દિનેશને કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

નવી દિલ્દી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભયાનક વિસ્ફોટ (બ્લાસ્ટ)થી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ ઘટનાને લઈને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અને દિલ્હી પોલીસની ટીમ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.

આ બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી કારના માલિકની શોધ કરતાં કરતાં પોલીસ ગુરુગ્રામ પહોંચી હતી. તપાસના ભાગરૂપે દિલ્હી પોલીસે ગુરુગ્રામના રહેવાસી દિનેશની પૂછપરછ માટે અટકાયત કરી છે. આવો જાણીએ, આ વ્યક્તિ કોણ છે અને તેનો હુમલામાં વપરાયેલી કાર સાથે શું સંબંધ છે.

આપણ વાચો: અલ-ફલાહ યુનિવર્સિટીમાં શરુ કરાઈ દિલ્હી બ્લાસ્ટની તપાસ, જાણો કોણ ચલાવે છે આ યુનિવર્સીટી ?

ગુરુગ્રામમાં ભાડે રહેતો હતો કારનો માલિક

પોલીસ સૂત્રો અનુસાર વિસ્ફોટમાં સામેલ કારનો મૂળ માલિક મોહમ્મદ સલમાન હતો. સલમાન ગુરુગ્રામના શાંતિનગર વિસ્તારમાં દિનેશના ઘરે ભાડે રહેતો હતો.

દિનેશની માતા વીરાવતીએ જણાવ્યું કે, “સલમાન 2016થી 2020 સુધી તેમના ઘરના ઉપરના માળે ભાડૂઆત હતો. તે તેની પત્ની, બે બાળકો અને માતા સાથે ચાર વર્ષ સુધી ત્યાં રહ્યો હતો. 2020માં, સલમાન ગુરુગ્રામમાં તેના પોતાના ફ્લેટમાં રહેવા ગયો, અને ત્યારથી પરિવારનો તેનો કોઈ સંપર્ક નથી.”

આપણ વાચો: રણજીમાં દિલ્હીની ટીમનો ફિયાસ્કોઃ આટલા વર્ષે પહેલી વાર જમ્મુ/કાશ્મીર સામે પરાજિત…

ત્રણ વાર બદલાયા કારના માલિકો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વિસ્ફોટમાં વપરાયેલી કાર સલમાન પાસેથી અનેક હાથમાંથી પસાર થઈને અંતિમ આરોપીઓ સુધી પહોંચી હતી. જેમાં મોહમ્મદ સલમાન, દેવેન્દ્ર અને તારિક નામનો વ્યક્તિનો સમાવેશ થાય છે. મોહમ્મદ સલમાને દિલ્હીના ઓખલાના રહેવાસી દેવેન્દ્રને લગભગ દોઢ વર્ષ પહેલા કાર વેચી હતી.

ત્યારબાદ દેવેન્દ્રએ તે કાર તારિકને વેચી હતી. તારિક પહેલા અંબાલામાં રહેતા હતો, પછી તે પુલવામા રહેવા ગયો હતો. આ કાર આખરે આતંકવાદીઓના હાથમાં કેવી રીતે અને ક્યારે પહોંચી? આ સવાલનો જવાબ જાણવા માટે પોલીસ હવે આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાને રાખીને તપાસ કરી રહી છે.

UAPA હેઠળ કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના કેસમાં દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને વિસ્ફોટક કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલમાં તમામ શંકાસ્પદોની ગતિવિધિઓ અને કારના વેચાણ-ખરીદીના તમામ રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button