Top Newsનેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં ઉમરના સાથી જસીર બિલાલની ધરપકડ, હમાસની જેમ હુમલો કરવાનું હતું ષડયંત્ર

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઈએને મોટી સફળતા મળી છે. જેમાં એનઆઈએ ફરાર એવા ઉમરના બીજા સાથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી.

દાનિશ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે અને તેણે આતંકવાદી ઉમર ઉન નબી સાથે મળીને હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. એનઆઈએની ટીમ જસીર બિલાલ વાની સાથે દિલ્હી પહોંચી છે. તેને કાલે સવારે પટિયાલા હાઉસ ખાતેની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આપણ વાચો: દિલ્હી વિસ્ફોટ અંગે મહેબુબા મુફ્તીના નિવેદનની ભાજપે આકરી ટીકા કરી

ડ્રોનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ

આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશે પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. જે હમાસના મોડેલ પર ડ્રોન અને નાના રોકેટ બનાવીને ભારતમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. ડ્રોનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

દાનિશ ડ્રોન બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો.

તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓ સતત એવા ડ્રોન વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેને સુધારી શકાય અને હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય. તેઓ ડ્રોનમાં કેમેરા અને બેટરી સાથે એક નાનો બોમ્બ મુકવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ તે થાય તે પહેલાં જ મોડ્યુલ જપ્ત કરવામાં આવ્યું હતું. દાનિશ ડ્રોન બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો.

આપણ વાચો: દિલ્હી વિસ્ફોટમાં કેસમાં ખુલાસો, ઉમર પીએમ આવાસ નજીક ગયો હતો, ઉમરના બે સાથી ફરાર

હમાસ મોડેલની નકલ કરવાનો પ્રયાસ

આતંકવાદીઓની યોજના ડ્રોનને ભીડવાળા વિસ્તાર અથવા સુરક્ષા સ્થાન પર ઉડાડવાની અને લક્ષિત વિસ્ફોટ કરવાની હતી. સીરિયા, ગાઝા અને અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં હમાસ અને અન્ય સંગઠનો દ્વારા ડ્રોન હુમલા જોવા મળ્યા છે. અહીં આ મોડેલની નકલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટનો મૃત્યુઆંક 15એ પહોંચ્યો

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં વધુ બે લોકોના મોત બાદ મૃત્યુઆંક 15 થયો છે. તેમજ અન્ય ઘણા લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button