દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, આરોપી ઉમર નૂહથી વિસ્ફોટક લઈ આ રીતે દિલ્હી પહોંચ્યો…

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં નવો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિસ્ફોટના આરોપીનું નૂહ કનેકશન મળી આવ્યું હતું જેનું સરનામું માલુમ પડ્યું છે. જેમાં ઉમર વિસ્ફોટના 10 દિવસ હરિયાણાના નૂહમાં હિદાયત કોલોનીમાં રોકાયો હતો. જે અલ ફલાહ યુનિવર્સીટીના ટેકનીશિયન શોએબની સાળીના એક માળના મકાનમાં ભાડા પર રહ્યો હતો. તેમજ આ ઘરમાંથી તે એમોનિયમ નાઈટ્રેટ લઈને દિલ્હી માટે નીકળ્યો હતો.
શોએબ એનઆઈએની કસ્ટડીમાં
આ અંગે મળતી માહિતી મુજબ ઉમર નૂહથી દિલ્હી કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ઉમરે 9 નવેમ્બરના રોજ શોએબની સાળીના ઘરેથી એમોનિયમ નાઈટ્રેટ લઈને નીકળ્યો હતો. તેની બાદ તે નૂહ અને મેવાતના વિવિધ વિસ્તારમાં ફરતો હતો. તેમજ તે બદરપુરથી દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી લાલ કિલ્લા સુધી પહોંચ્યો હતો. હાલ શોએબ એનઆઈએની કસ્ટડીમાં છે અને બ્લાસ્ટમાં તેની ભૂમિકા તપાસવામાં આવી રહી છે.
શોએબની સાળીના ઘરની તપાસ
આ દરમિયાન નુહના એસપી રાજેશ કુમાર, એએસપી આયુષ યાદવ અને હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ શોએબની સાળીના ઘરની તપાસ હાથ ધરી. આ દરમિયાન પડોશીઓ પાસેથી ઉમરનો ફોટો બતાવીને માહિતી એકઠી કરવામાં આવી.
ઉમરને લેબમાંથી કેમિકલ સપ્લાય કરવામાં મદદ કરી
જયારે એનઆઈએ દિલ્હી વિસ્ફોટ કેસમાં ઉમરને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા બદલ શોએબ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. શોએબ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેણે ઉમરને લેબમાંથી કેમિકલ સપ્લાય કરવામાં મદદ કરી હતી. હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ પણ 16 નવેમ્બરના રોજ ઘરની તપાસ કરી અને તેને સીલ કરી દીધું હતું.
આ પણ વાંચો…અલ ફલાહ યુનિવર્સિટીની મુશ્કેલીમાં વધારો, લઘુમતી સંસ્થાનો દરજ્જો રદ કરવા કવાયત…



