દિલ્હી કાર બ્લાસ્ટ ષડયંત્ર: ઝડપાયેલા ડૉક્ટર્સ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હોવાનો ખુલાસો

નવી દિલ્હીઃ સહારનપુર અને ફરીદાબાદની જે ડૉક્ટરો ઝડપાયા છે તેમને લઈને એક મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આદિલ, અહમદ અને મુઝમ્મિલ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરી રહ્યાં હતાં.
એટલું જ નહીં પરંતુ આ ત્રણેય આતંકવાદી મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્માર અલ્વી ઉર્ફે મોહિઉદ્દીન અમલગીરના સંપર્કમાં હતા. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી તપાસમાં એવુ સામે આવ્યું છે કે સહારનપુર અને ફરિદાબાદ જૈશ એ મોહમ્મદ મોડ્યુલ અને ફિદાયિન મોડ્યુલનો મુખ્ય માસ્ટર માઇન્ડ મૌલાના અમ્માર અલ્વી ઉર્ફે મોહિઉદ્દીન અમલગીર હોઈ શકે છે. આ દિશામાં પણ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ: કારના માલિકને બદલે ગુરુગ્રામના દિનેશને કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
પૂછપરછમાં આદિલ અહમદ અને મુઝમ્મિલે કર્યો ખુલાસો
તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આતંકવાદી અમ્માર અલ્વીનો કોઈ હેન્ડલર આ ડૉક્ટરો સાથે સાથે વાત કરતો અને બધી જાણકારી આપતો હતો. આદિલ અહમદ અને મુઝમ્મિલે તો સ્વીકાર પણ કરી લીધું છે કે, તેઓ પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર સાથે વાત કરતા હતાં. જો કે, હજી સુધી તેનું નામ જણાવ્યું નથી.
પરંતુ આ ચિંતાનો વિષય છે કે, ભારતમાં હજી કેટલા આવા લોકો હશે તે પાકિસ્તાની આંતકવાદીઓના સંપર્કમાં રહીને કામ કરતા હશે. જૈશનો હેન્ડલર છદ્મ નામથી આ આ આતંકીઓ સાથે વાતચીત કરતો અને માહિતી પહોંચાડતો હતો. સુરક્ષા એજન્સીઓ અત્યારે જૈશ-એ-મોહમ્મના હેન્ડલરનો શોધવા માટે તપાસ કરી રહી છે.



