
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ અંગે સુરક્ષા એજન્સી સતત તપાસ કરી રહી છે. તેમજ આ વિસ્ફોટનું ખૂટતી કડીઓને મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં નવો ખુલાસો થયો છે. જેમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ કરનારા ડો. ઉમર પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો. જેમાં આતંકી મુઝમ્મિલની ધરપકડ બાદ હેન્ડલરે ઉમરને કહ્યું હતું તે ત્યાંથી ઝડપથી નીકળી જાય. તેમજ પાકિસ્તાની હેન્ડલરે ઉમરને મેવાત અને તેની આસપાસના વિસ્તારોમાં છુપાવાના સ્થળો જણાયા હતા. તેણે ઉમરની મદદ માટે અન્ય લોકોને કામે લગાડયા હતા.
ઝમ્મિલની ધરપકડ બાદ ઉમર યુનિવર્સિટી છોડી ગયો
જેમાં ૩૦ ઓક્ટોબરના રોજ મુઝમ્મિલની ધરપકડ બાદ ઉમર યુનિવર્સિટી છોડી ગયો અને ક્યારેય પાછો ફર્યો નહીં. તેમજ તે 10 દિવસ સુધી તે ક્યાં ફર્યો તે અંગેની તપાસ કરવાની હજુ બાકી છે. તેમજ 8 નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસની સંયુક્ત ટીમ ફરી એકવાર અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હતી.
કારનો આતંકી મુઝમ્મિલે ઉપયોગ કર્યો હતો
પોલીસને ડૉ. શાહીનની સ્વિફ્ટ કાર મળી હતી. જેનો આતંકી મુઝમ્મિલે ઉપયોગ કરી હતી. આ કારની તપાસ કરવામાં આવી જેમાં એક રાઇફલ, પિસ્તોલ, મેગેઝિન અને દારૂગોળો મળી આવ્યો. આ કાર્યવાહી ઘણા કલાકો સુધી ચાલી હતી.
બે દિવસ બાદ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો
તેમજ તેની બાદ ડો. ઉમરે પાકિસ્તાની હેન્ડલરને જાણ કરી કે પોલીસ કાર્યવાહી વધુ તેજ બની ગઈ છે અને ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયે તેઓ માનતા હતા કે પોલીસ ટૂંક સમયમાં ફરીદાબાદમાં યુનિવર્સિટી નજીક છુપાયેલા વિસ્ફોટકો સુધી પહોંચી શકે છે. આનાથી તેમનું બધું આયોજન નિષ્ફળ જશે. જેમાં પાકિસ્તાની હેન્ડલરે ડો. ઉમર અને અન્ય લોકોને જોડ્યા અને બે દિવસ બાદ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…આતંકવાદ સામે કડક સંદેશ: દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીનું ઘર તોડી પડાયું



