દિલ્હીમાં કોણ હશે ભાજપના મુખ્ય પ્રધાન પદનો ચહેરો? જૂઓ વીડિયોમાં આ નેતાએ શું કહ્યું
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ભાજપ 44 બેઠક, આપ 25 બેઠક અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. વલણ પરથી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ ગયું છે.
આ દરમિયાન દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, અમારું કેન્દ્રિય નેતૃત્વ મુખ્ય પ્રધાનના ચહેરા વિશે નિર્ણય કરશે. અમારી માટે આ મુદ્દો નથી. જેઓ (આમ આદમી પાર્ટી) લોકોને દગો આપે છે, જનતા તેમની સાથે આવો જ વ્યવહાર કરે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મતદાન પૂરું થયા બાદ ભાજપે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં સંભવિત ચૂંટણી પરિણામને લઈ ચર્ચા કરવામાં આવી હતી. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, દિલ્હીના લોકોએ વડા પ્રધાનની અપીલ પર ડબલ એન્જિન સરકાર માટે મતદાન કર્યું હતું. પાર્ટીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 50 સીટ જીતવાનો વિશ્વાસ છે.
Also read: દિલ્હીની મહિલાઓ કોના પર મહેરબાનઃ પહેલીવાર પુરુષો કરતા વધારે કર્યું છે મતદાન
દિલ્હીમાં કેટલું થયું હતું મતદાન
ચૂંટણી પંચ અનુસાર દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.