ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ એક્ઝિટ પોલ કોને જીતાડે છે, જાણો કોની બનશે સરકાર?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો સમય છે. વિધાનસભાની ચૂંટણીના પ્રાથમિક તારણ અનુસાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે જોરદાર ટક્કર હતી, પરંતુ કોંગ્રેસની સાથે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. જોકે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકો ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર રહેવાની છે. જ્યારે હાલ કોંગ્રેસની એક અંક સુધી સીમિત રહેવાની ધારણા છે. આ પહેલા વિવિધ ટીવી ચેનલો પણ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે.

જોકે સાચા પરિણામ તો 8 ફેબ્રુઆરીએ જ સામે આવશે, પરંતુ તે પહેલાં દિલ્હીની ચૂંટણીની દિશાને સમજી શકાય છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપને જીત મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આપને પણ અમુક પોલમાં વધુ બેઠક જીતતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસની હાલત ઘણી કફોડી થઈ શકે છે. મેટ્રિઝના સર્વે અનુસાર સત્તાધારી પાર્ટી આપ અને ભાજપની વચ્ચે જોરદાર ટક્કર રહી શકે છે, પરંતુ ભાજપને થોડી રાહત મળે તો નવાઈ નહીં. એકંદરે આમ આદમી પાર્ટીને 32-37 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને 35-40 સીટ મળી શકે છે.

આ પણ વાંચો: 2019ના એક્ઝિટ પૉલ્સનો શું હતો અંદાજ અને શું થયું? શનિવારનું પરિણામ અંતિમ કે…

પીપલ્સ પલ્સ પોલ મુજબ

પીપલ્સ પલ્સ પોલ મુજબ, આ વખતે ભાજપ 51-60 બેઠકો પર, AAP 10-19 બેઠકો પર અને કોંગ્રેસ 0-1 બેઠકો પર આગળ જોવા મળી રહી છે.

પીપલ્સ ઇનસાઇટ પોલમાં ભાજપને જીત

પીપલ્સ ઇનસાઇટ પોલ મુજબ આ વખતે દિલ્હીમાં ભાજપને 40-44 બેઠક, AAPને 25-29 બેઠકો અને કોંગ્રેસને 0-1 બેઠકો પર લીડ મળતી જોવા મળી રહી છે.

મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં આપને ઝટકો

મેટ્રિક્સ એક્ઝિટ પોલ (Matrix Exit Poll) મુજબ, આ વખતે ભાજપ દિલ્હીમાં લીડ મેળવી રહી હોય તેવું લાગે છે. એજન્સીએ AAPને 32 થી 37 બેઠકો, ભાજપ ને 35 થી 40 બેઠકો અને કોંગ્રેસ ને 0-1 બેઠકો આપી છે.

ચાણક્ય સ્ટ્રેટેજીસમાં પણ ભાજપને ફાયદો

ચાણક્ય સ્ટ્રેટેજીસ (Chanakya Strategies) પોલ મુજબ આ વખતે ભાજપને 39-44 બેઠકો, AAPને 28-28 બેઠક મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 2-3 બેઠકો મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અન્ય એક્ઝિટ પોલમાં શું કર્યા દાવા

જેવીસી પોલના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 39-45 સીટ મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 22-31 સીટ મળશે, જ્યારે કોંગ્રેસને એક સીટ મળશે. અહીં એ જણાવવાનું કે પાટનગરની તમામ 70 સીટ પર 699 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે, જ્યારે હવે આઠમી ફેબ્રુઆરીના પરિણામો જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જ્યારે આતિશિ મુખ્ય પ્રધાન છે. આપ 2013, 2015 અને 2020માં સરકાર બનાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button