
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે લીડ લીધી છે. ભાજપ 19 સીટ પર, આમ આદમી પાર્ટી 4 સીટર પર આગળ છે.
પોસ્ટલ બેલેટની ગણતરીમાં આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓ પાછળ ચાલી રહ્યા છે. મુખ્ય પ્રધાન આતિશી, પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા પાછળ ચાલી રહ્યા છે.
બાદલી સીટથી કોંગ્રેસના દેવેન્દ્ર આગળ ચાલી રહ્યા છે.
મોતીનગર સીટથી ભાજપના હરીશ ખુરાના આગળ ચાલી રહ્યા છે
પટપડગંજથી આપના અવધ ઓઝા પાછળ ચાલી રહ્યા છે.
નવી દિલ્હીથી ભાજપના પ્રવેશ વર્માએ લીડ લીધી છે.
રોહિણી સીટથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા આગળ ચાલી રહ્યા છે
રાજૌરી ગાર્ડનથી ભાજપના મનજિંદર સિંહ સિરસા આગળ ચાલી રહ્યા છે.