નેશનલ

દિલ્હીની હવામાં ઝેર, AQI 500ને પાર, GRAP-4 લાગુ, શાળાઓ બંધ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયંત્રણો સોમવારે એટલે કે આજે સવારે 8 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે.


Also read: મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન પાછું ખેંચ્યુંAlso read:


દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 500ને પાર કરી ગયો છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિઝનમાં પહેલીવાર દિલ્હીના લોકો સૌથી ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. સવારે એનસીઆરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. પ્રદૂષણ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ NCR વિસ્તારોમાં પણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીમાં સરેરાશ AQI 481 રહ્યો છે.

જ્યારે નોઈડામાં 384, ગાઝિયાબાદમાં 400, ગુરુગ્રામમાં 446 અને ફરીદાબાદ AQIમાં 320 નોંધાયા હતા. દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેપ-4 લાગુ કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 સિવાયના અન્ય તમામ વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવું જોઈએ.

દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે GRAP-4માં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય NCRમાં રોડ અને ફ્લાયઓવર સહિત અનેક પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સરકાર ઓડ-ઈવન, ઓફલાઈન વર્ગો સંપૂર્ણ બંધ, ઓફિસોમાં 50% હાજરી અને અન્ય ઈમરજન્સી પગલાં જેવા નિર્ણયો લઈ શકે છે.


Also read: પ્રદૂષણે દિલ્હીને બાનમાં લીધું: ધોરણ 10-12ના સિવાયનાં વર્ગો બંધ…Also read:


દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 150 મીટર હતી. ધુમ્મસને કારણે કેટલીક ફ્લાઈટ્સ 30 મિનિટથી એક કલાક સુધી મોડી પડી છે. હજુ સુધી કોઈ ફ્લાઈટ કેન્સલ થયાના સમાચાર નથી. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને ઓપરેટરો સાથે ફ્લાઇટનો સમય તપાસવાની સલાહ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button