દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈનેશનલ

દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળી

નવી દિલ્હી : દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસના કશું શંકાસ્પદ નથી મળ્યું. દિલ્હી હાઈકોર્ટને ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જજ રૂમના ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે. તેની બાદ કોર્ટ પરિસર ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન દિલ્હી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.

બપોરની નમાઝ પછી દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટ થશે

આ અંગે પોલીસે કહ્યું કે એવું લાગે છે કે કોઈએ મજાક કરી છે. જોકે, દિલ્હી હાઈકોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી સ્પષ્ટપણે લખ્યું છે કે બપોરની નમાઝ પછી દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટ થશે. જેના લીધે સુરક્ષા અધિકારીઓએ પહેલા દિલ્હી હાઈકોર્ટ ખાલી કરાવી હતી. આ ઈમેલ ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સીએમ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી! સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ

કોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બ મૂકવાની ધમકી

આ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમિલનાડુએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા છે અને કોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બ મૂકવામાં આવ્યા છે. જેની બાદ કોર્ટ પરિસરને ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

બોમ્બને ડિફ્યુઝ કરવાની પણ સૂચના

ઈમેલમાં બોમ્બ વિસ્ફોટ અટકાવવાની રીત પણ જણાવવામાં આવી છે. તેના પર લખેલું છે કે આઈડી ઉપકરણો ક્યાં મુકવામાં આવ્યા છે અને તેને કેવી રીતે ડિફ્યુઝ કરવા. આ જાણવા માટે આ વ્યક્તિનો સંપર્ક કરો. તેની સાથે તેનો નંબર પણ આપવામાં આવ્યો છે. ઈમેલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોમ્બને એક કોડ દ્વારા ડિફ્યુઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: થાણેમાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો

મુંબઈ હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવાયુ

આ ઉપરાંત મુંબઈ હાઈકોર્ટમાં પણ બોમ્બ મુકવાની ધમકી બાદ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. જેના લીધે
મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોએ અને વકીલોએ પરિસર ખાલી કર્યું હતું. જેની બાદ પોલીસે બોમ્બ ડિટેક્શન યુનિટ અને ડોગ સ્ક્વોડ કોર્ટ પરિસરમાં તૈનાત કર્યા હતા. તેમજ તપાસ શરુ કરવામાં આવી હતી. જોકે, પોલીસને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button