બિહાર વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં ચર્ચાનો દોર શરૂ! અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બિહારની આ ચૂંટણી પહેલા દિલ્હીમાં સતત બેઠકો થઈ રહી છે. આજે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને બીજેપીની બેઠક યોજાઈ હતી. બિહારમાં ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવા માટે સતત મથામણો થઈ રહી છે.
અમિત શાહના ઘરે યોજાયેલી બેઠકમાં બિહાર કૌરના દરેક રાજનેતાઓ હાજર રહ્યાં હતાં. એક તરફ બિહારમાં રાહુલ ગાંધી અને અન્ય પાર્ટીઓ દ્વારા વોટર અધિકાર યાત્રા કરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્ટેજ પરથી નરેન્દ્ર મોદીની માતાનું અપમાન કરવામાં આવ્યું હતું. તે મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે.
આપણ વાંચો: બિહારમાં એનડીએની સીટ-શેરિંગ ફોર્મ્યુલા અંતિમ તબક્કામાં, જાણો વિગતે…
ચૂંટણી જીતવા પક્ષ વિપક્ષ તૈયાર કરે છે મજબૂત રણનીતિ
આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે લાલુ યાદવની પાર્ટીની પણ ગઠબંધનમાં જોડાઈ છે. જ્યારે બીજેપી એનડીએ ગઠબંધન સાથે મેદાનમાં ઉતરવાની છે. તો આવી સ્થિતિ કઈ રણનીતિ સાથે પ્રચાર કરવો અને ક્યાં મુદ્દાઓને પ્રાધાન્ય આપવું? તે મામલે બેઠકોનો દોર શરૂ થયો છે.
પીએમ મોદીની માતાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું તેને લઈને બીજેપી સાથે જોડાયેલા પક્ષોએ આવતીકાલે બિહાર બંધનું એલાન કર્યું છે.
આપણ વાંચો: 2024 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી: અનેક અનિયમિતતા હોવાનો રિપોર્ટમાં દાવો
બિહારના સર્વ રિપોર્ટ અંગે ખાસ ચર્ચા અને મંથન થશેઃ સૂત્ર
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, વિપક્ષી પાર્ટીઓએ જાહેરમાં પીએમ મોદીની માતાનું અપમાન કર્યું તે મુદ્દ તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં બિહારના સર્વ રિપોર્ટ પર પણ ચર્ચા અને મંથન કરવામાં આવી હોઈ શકે છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો બિહારમાં વિપક્ષને હરાવવા માટે એનડીએ દ્વારા બનતા દરેક મુદ્દાઓ પર પ્રચાર કરવામાં આવી શકે છે. આ સામે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પણ જોરશોર સાથે પ્રચાર કરી રહ્યાં છે.
આપણ વાંચો: બિહાર ચૂંટણી: મતદારો જાગૃતિ માટે ક્રાંતિ પ્રકાશ ઝા અને નીતુ ચંદ્રા ‘સ્વીપ આઈકન’ બન્યા…
બેઠકોની ફાળવણીને લઈને એનડીએમાં કોઈ ખટપટ છે?
અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં બિહાર ચૂંટણી દરમિયાન એનડીએના ઘટકોના દળો વચ્ચે બેઠકોની ફાળવણી અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે. બેઠકોની ફાળવણીને લઈને એનડીએમાં થોડી ખટપટ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેથી અમિત શાહના ઘરે બેઠકમાં આ અંગે તેની ખાસ ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે.
બિહારમાં અત્યારે ખાસ મુદ્દો એસઆઈઆર પ્રક્રિયા છે, જેમાં બીજેપી ગઠબંધન સાથે જોડાયેલા પક્ષોએ ગ્રાઉન્ટ લેવલે સારી કામગારી નથી કરી તેના કારણે કેન્દ્રમાં નારાજગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.