દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં શા માટે ખામી સર્જાઈ? જાણો નવી અપડેટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATC)માં આવેલી મોટી ટેકનિકલ ખામીના કારણે કુલ 800થી વધુ ફ્લાઇટ્સ અત્યારે મોડી ચાલી રહી છે.
જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. IGI એરપોર્ટ શા કારણે આ સમસ્યા સર્જાી તેના વિશે સૂત્રો દ્વારા કેટલીક જાણકારી મળી છે. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં આવેલી ખામીના કારણે કુલ 800થી પણ વધારે ફ્લાઇટને અસર થઈ છે. અત્યારે આ ખામીનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
આપણ વાચો: દિલ્હી એરપોર્ટમાં ATC સિસ્ટમ ખોરવાઈ, 300 ફ્લાઇટ્સ પ્રભાવિત થતા પ્રવાસીઓ પરેશાન…
ATC સોફ્ટવેરમાં અપડેટની કામગીરી ચાલુ
એક અધિકારી દ્વારા મળતી જાણકારી પ્રમાણે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ખામી સર્જાઈ તેમાં સાયબર હુમલાનું કોઈ કારણ નથી. કેટલાક અહેવાલોમાં આ સાયબર હુમલો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ સાયબર હુમલાનું કોઈ કારણ ના હોવાની જાણકારી મળી છે.
જાણવા એવું મળ્યું કે, ATC સોફ્ટવેરમાં અપડેટની કામગીરી ચાલી રહી હતી ત્યારે તેમાં કોઈ ખાણી સર્જાઈ હતી, જેથી ફ્લાઇટ સેવામાં વિક્ષેપ પડી રહ્યો છે.
આ સાયબર હુમલો નથી
ફ્લાઇટ પ્લાનનું ઓટોમેટિક અપડેટ જે થવું જોઈતું હતું, પરંતુ તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ સાયબર હુમલો નથી’ તેવું એક અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે. જોકે, આ મામલે એરપોર્ટ એથોરિટી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. તે અધિકારીએ વધુમાં કહ્યું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આવો કોઈ સાયબર હુમલો થયો નથી. જેથી રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.
આપણ વાચો: દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં સર્જાઈ ગંભીર ખામી: ફ્લાઇટ્સ મોડી થતા મુસાફરો પરેશાન
ટેકનિકલ ખામીના કારણે 800 ફ્લાઇટને અસર થઈ
દિલ્હી એરપોર્ટ જે ભારતનું સૌથી મોટું વ્યસ્ત એરપોર્ટ છે, અહીંથી પ્રતિદિન 1500 થી વધારે ફ્લાઈટનું સંચાલન થાય છે. ATCમાં આવેલી મોટી ટેકનિકલ ખામીના કારણે 800 ફ્લાઇટો મોડી પડી છે. જેના કારણે હજારો મુસાફરોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ATC ફ્લાઇટ પ્લાનિંગ પ્રક્રિયાને સપોર્ટ કરતી ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ચાલી રહેલી ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઇટ્સ મોડી પડી છે.
95 ટકા ઉડાન ભરતી ફ્લાઇટ્સ સરેરાશ 55 મિનિટ મોડી
Flightradar24 ના ડેટા પ્રમાણે વાત કરવામાં આવે તો, આ સમસ્યાના કારણે લગભગ 95 ટકા ઉડાન ભરતી ફ્લાઇટ્સ સરેરાશ 55 મિનિટ મોડી પડી રહી છે. દરમિયાન, એરપોર્ટ પર પહોંચતી 69 ટકા ફ્લાઇટ્સ સરેરાશ 43 મિનિટ મોડી પડે છે. દિલ્હી એરપોર્ટ GPS સ્પૂફિંગને કારણે વિશ્વનું બીજું સૌથી વધુ ફ્લાઇટ વિક્ષેપ સ્થળ બન્યું છે, જેના કારણે ઓછામાં ઓછી સાત ફ્લાઇટ્સને જયપુર અને લખનૌ જેવા નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.



