નેશનલ

પ્રદૂષણના કારણે દિલ્હી બાદ આ શહેરોમાં પણ શાળાઓ બંધ કરવાનો આદેશ…

નવી દિલ્હી: દિલ્હી એનસીઆરને અડીને આવેલા હરિયાણાના જિલ્લાઓમાં પણ પ્રદૂષણથી જોવા મળ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન અને ડીસી નિશાંત કુમાર યાદવે બાળકોને પ્રદૂષણથી બચાવવા માટે કેટલાક આદેશ જારી કર્યા હતા જેમાં પ્રિ-સ્કૂલ, પ્રિ-પ્રાયમરી અને પ્રાથમિક વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાઈ ન જાય તે માટે શાળા સંચાલકોને ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

હવામાં પ્રદૂષણની માત્રા એટલી વધારે છે કે ગુરુગ્રામ, ઝજ્જર અને ફરીદાબાદમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુગ્રામમાં ધોરણ પાંચ સુધીની શાળાઓ મંગળવારથી આગામી આદેશ સુધી બંધ રહેશે. તેમજ વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામમાં પ્રાથમિક સ્તર સુધીના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ ભણાવવામાં આવશે.


આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સતત વધારો થવાને કારણે સ્થિતિ GRAPના સ્ટેજ 4 પર પહોંચી ગઈ છે. જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની સંભાવનાઓ વધી ગઈ છે. આ આદેશ 7 નવેમ્બરથી જિલ્લાની તમામ ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ થશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.


આ ઉપરાંત તમામ સરકારી બિન-સરકારી પ્રાથમિક શાળાઓ, આંગણવાડી અને પ્લે સ્કૂલોમાં શારીરિક વર્ગો સંપૂર્ણપણે બંધ રહેશે.


જો કે જો શાળા ઈચ્છે તો બાળકો ઓનલાઈન વર્ગો દ્વારા તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.
ઝજ્જર જિલ્લાના બહાદુરગઢ શહેરમાં હવાનો સૂચકાંક 400ને પાર કરી ગયો હતો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને આંખોમાં બળતરા પણ થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…