ટોપ ન્યૂઝનેશનલ

પ્રદૂષણે દિલ્હીને બાનમાં લીધું: ધોરણ 10-12ના સિવાયનાં વર્ગો બંધ…

નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણનાં ખતરનાક સ્તરને ધ્યાને લઈને સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ 4 લાગુ કર્યો છે. ત્યારે મુખ્ય પ્રધાન આતિશીએ શાળાઓને તમામ વર્ગો ઓનલાઈન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, ધોરણ 10 અને 12ના ફિઝિકલ ક્લાસ ચાલુ રહેશે. સરકારનાં આગામી આદેશો સુધી ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે.

આ પણ વાંચો : દિલ્હીમાં AAPના આ મંત્રીઓ કરી ચૂક્યા છે બળવો, જાણો વિધાનસભા ચૂંટણી પર શું થશે અસર

સરકારે ગ્રેપ 4 લાગુ કર્યો

દિલ્હી-NCRમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ 4 લાગુ કર્યો છે. ગ્રેપ 4 ના પ્રતિબંધો સોમવારે સવારે 8 વાગ્યાથી અમલમાં આવશે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 450ને પાર કરી ગયો છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રતિબંધો સોમવારથી લાગુ

એનસીઆરમાં હવાની ગુણવત્તા બગડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ પ્રદેશમાં હવાની ગુણવત્તાનું સ્તર બગડતું અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેટા સમિતિએ આજ સાંજથી દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ગ્રેપ સ્ટેજ-IV પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો સોમવારે સવારે 8 વાગ્યાથી લાગુ થશે.

આ પણ વાંચો : ઝારખંડમાં મતદાન પૂર્વે Hemant Sorenનો માસ્ટર સ્ટ્રોક, કરી આ જાહેરાત

દિલ્હીમાં AQI 450ને પાર

રાજધાની દિલ્હીમાં AQI 450ને પાર કરી ગયો છે. રવિવારે દિવસભર આકાશમાં ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. CPCBની સમીર એપ અનુસાર, દિલ્હીમાં રાત્રે 8 વાગ્યે AQI 462 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ AQI 500ની નજીક પહોંચી ગયો છે. AQI દિલ્હીના અશોક વિહારમાં 490, બવાનામાં 493, મુંડકામાં 490, વજીરપુરમાં 486, દ્વારકામાં 483 અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 480 નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker