દિલ્હી એસિડ એટેકની ઘટનામાં નવો વળાંક, પીડિતાના પિતા જ આરોપી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી એસિડ એટેકની ઘટનામાં નવો વળાંક, પીડિતાના પિતા જ આરોપી

નવી દિલ્હી : દિલ્હીમાં 26 ઓક્ટોબરના રોજ નોંધાયેલી એસિડ એટેકની ઘટનામાં નવો ખુલાસો થયો છે. જેમાં પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે આ સમગ્ર ઘટનાનું ષડતંત્ર પીડિત પુત્રીના પિતાએ જ કર્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની પ્રકાશમાં આવેલી વિગતો મુજબ પોલીસે જણાવ્યું કે પીડિતાના પિતાએ કહ્યું હતું કે તેની પુત્રી ઘરેથી ટોયલેટ ક્લીનર લઈને ગઈ હતી અને હાથ પર લગાવ્યું હતું. તેની બાદ જીતેન્દ્ર નામના વ્યકિત દ્વારા એસિડ એટેક કરવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. જોકે, હાલ પિતા અકીલ ખાને ગુનો કબુલ કર્યો છે. તેમજ જણાવ્યું છે કે જીતેન્દ્ર અને અન્ય બે લોકોને ખોટા કેસના ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

આરોપી પિતાની બળાત્કારના કેસમાં ધરપકડ

આ કેસમાં શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી પિતાની બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે. પોલીસ હવે આરોપી પિતા અને તેની પુત્રી સામે ખોટા કાવતરા માટે બીએનએસની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પર ગુનાહિત કાવતરાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

જીતેન્દ્રની પત્ની અકીલ ખાનની ફેક્ટરીમાં કામ કરતી હતી

જયારે આ કેસમાં આ કેસમાં ફસાવામાં આવેલા આરોપી જીતેન્દ્રની પત્નીનો આરોપ છે કે તે એસિડ એટેક થયો હોવાનો દાવો કરતી પીડિતાના પિતા અકીલ ખાનની ફેક્ટરીમાં કામ કરતી હતી. તેમજ અકીલ ખાને તેનું જાતીય શોષણ કર્યું હતું. તેથી તેણે 24 ઓક્ટોબર, 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી. તેમજ અકીલ ખાન સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યા બાદ તેણે 26 ઓક્ટોબરના રોજ તેની પોતાની પુત્રી પર એસિડ એટેક કરવાનું કાવતરું ઘડ્યું અને તેના પતિને ફસાવી દીધા હતા.

પીડિતાએ જીતેન્દ્રની ધરપકડની માંગ કરી

જયારે આ કેસમાં પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે જીતેન્દ્ર છેલ્લા કેટલાક મહિનાઓથી તેનો પીછો કરી રહ્યો હતો અને એક મહિના પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ કહ્યું હતું કે જ્યારે તે કોલેજ જઈ રહી હતી ત્યારે તેણે મારા પર એસિડ ફેંક્યો હતો. મને ન્યાય જોઈએ છે અને તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button