નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની (Rajnath singh) તબિયત લથડતા તેમને દિલ્હી AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીઠના દુખાવાને લઈને તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સારી છે. જો એઈમ્સે તેમના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન નથી આપ્યું.
રાજનાથ સિંહને બેક પેઇનની બીમારીના કારણે બુધવારે મોડી રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેઓ હજુ પણ ડોકટરોની સલાહ મુજબ સારવાર હેઠળ છે અને આવતીકાલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. જો કે આ પહેલા પણ ચૂંટણી પ્રચાર દરમિયાન આંધ્ર પ્રદેશમાં આ તેમને આ દુખાવાનો સામનો કરવો પડ્યો હતો.
હાલ તેમને એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યુરો સર્જન ડો.અમોલ રહેજાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. રાજનાથ સિંહે 10મી જુલાઈના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન ઘણા નેતાઓએ તેમને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. બીજેપીના અનેક નેતાઓએ તેમના નિવાસસ્થાને જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.