કેરળના કોલ્લમમાં 6 અજાણ્યા શખ્સોએ કથિતપણે એક સેનાના જવાન પર હુમલો કરી દેતા ચકચાર મચી છે. હુમલાખોરોએ જવાનની પીઠ પર ‘PFI’ લખ્યું હતું. આર્મીમેન શાઇનકુમાર દ્વારા દાખલ થયેલી ફરિયાદ મુજબ ઘટના રવિવારે તેમના ઘર પાસે આવેલા રબરના જંગલોમાં બની હતી. સેનાના જવાને આરોપ લગાવ્યો હતો કે તેના હાથ ટેપ વડે બાંધી દેવામાં આવ્યા હતા અને પીઠ પર પેઇન્ટ વડે PFI લખવામાં આવ્યું હતું.
PFIના લખાણનો અર્થ પોપ્યુલેશન ફ્રંટ ઓફ ઇન્ડિયા નામના ઇસ્લામિક સંગઠનનું નામ તેવો હોઇ શકે છે. જોકે પોલીસે તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ઘટના તે દિવસે બની હતી જ્યારે EDએ કેરળ સ્થિત PFIના કેટલાક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.
પોલીસ તપાસ મુજબ જવાન પર હુમલા મામલે કલમ 143 (ગેરકાયદેસર સભા ભરવી), 147 (હુલ્લડો કરવા), 323 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી), અને 153 (હુલ્લડો કરાવવાના ઇરાદા સાથે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Taboola Feed