
ગોવા : અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત દાનિશ ચિકનાની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. દાનિશ ચિકનાનું અસલી નામ દાનિશ મર્ચન્ટ છે પરંતુ તે દાનિશ ચિકનાના ઉપનામથી જાણીતો છે. દાનિશ ચિકના ભારતમાં ડ્રગ્સ સિન્ડીકેટ ચલાવતા હોવાનો આરોપ છે. ગોવામાં મુંબઈ એનસીબીએ તેની ધરપકડ કરી છે.
પ્રથમ વાર વર્ષ 2021માં 200 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ
મુંબઈમાં ડ્રગ ઓપરેશનના સંબંધમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દાનિશ ચિકનાની અગાઉ ડિસેમ્બર 2024 માં ધરપકડ કરી હતી. દાનિશ પર મુંબઈના ડોંગરી વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમના ડ્રગ ઓપરેશનનું સંચાલન કરવાનો આરોપ હતો.
અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરિત દાનિશ ચિકનાની પ્રથમ વાર વર્ષ 2021માં 200 ગ્રામ ડ્રગ્સ સાથે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ કરી હતી.
દાનિશ રાજસ્થાન ભાગી ગયો હતો
મુંબઈ એનસીબીએ ડ્રગ સંબંધિત બે કેસોમાં તેની શોધખોળ કરી રહી હતી. માર્ચ 2021 માં એનસીબીએ મુંબઈમાં એક ડ્રગ્સ લેબ પર દરોડો પાડ્યો હતો. જેની બાદ દાનિશ રાજસ્થાન ભાગી ગયો હતો. દાઉદ ઇબ્રાહિમના સાગરિત ચિંકુ પઠાણ અને આરિફ ભુજવાલાની પૂછપરછ દરમિયાન તેનું નામ ખુલ્યું હતું.
આ પણ વાંચો…દાઉદનો ભાઇ ઇકબાલ ખંડણી કેસમાં દોષ-મુક્ત



