યુપીના માથાભારે નેતા સામે દીકરીઓએ માંડ્યો મોરચોઃ હાથ-પૈર મત કાટિયે, એક હી બાર મેં માર દિજિયે

લખનઉઃ ઉત્તર પ્રદેશના માથાભારે નેતા રાજા ભૈયા સામે તેની જ પુત્રીએ મોરચો માંડ્યો હતો. તેણે પ્રથમ વખત જાહેરમાં તેના પિતા સામે નિવેદન આપ્યું હતું. રાઘવી કુમારીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને સવાલ કર્યો કે, તેમની માતા ભાનવી સિંહ સામે સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે. રાઘવીએ કહ્યું, અમારા હાથ પગ ન કાપો, એક જ વખતમાં મને, મારી બહેન અને માતાને મરાવી નાંખો.
રાઘવીએ કહ્યું, અજયસિંહ રાણા નામના વ્યક્તિએ તેમની સામે નોંધાવેલી એફઆઈઆર પાયાવિહોણી છે. તેમની માતાને ફૈઝાબાદ બોલાવવામાં આવી રહી છે, જોકે તે ક્યારેય ત્યાં ગઈ નથી. આ ઉપરાંત હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં પણ નકલી એફઆઈઆર કેસ ચાલી રહ્યો છે. ડીસીપી તેને ઉપરનો મામલો ગણાવી રહ્યા છે. તેની પાસે વોઇસ રેકોર્ડિંગનો પુરાવો પણ છે.
આ ઉપરાંત રાઘવી કુમારીએ યુપી પોલીસ અને તંત્ર પર તેની માતાને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની માતાએ રાજા ભૈયા પાસે વિદેશી હથિયારોનો ખજાનો હોવાના પુરાવા પણ પોલીસને આપ્યા છે. આ બધું સીએમ યોગીના ઈશારે થઈ રહ્યું છે. તેની માતાના ગંભીર સ્વાસ્થ્ય અંગે કહ્યું, ઘરેલું હિંસા દરમિયાન તેની માતાના હાડકા તૂટી ગયા હતા અને ફેફસામાં પણ લોહી જમા થઈ ગયું હતું.
આ ઉપરાંત રાઘવીએ કહ્યું, દિલ્હી પોલીસ કાર્યવાહી માટે લખનઉ લઈ ગઈ હતી. ત્યારે યુપી પોલીસના ગનર્સે સાક્ષીઓના ઘરે જઈ તેમને ડરાવી-ધમકાવી ચુપ કરાવી દીદા હતા. પૈસા અને સીએમના સમર્થનથી તેના પિતા તેની માતાને હેરાન કરી રહ્યા છે. યુપીમાં ન્યાય માંગવાની કોશિશ કરવા પર કેસ નોંધવામાં આવે છે.
આ પણ વાંચો…યોગીનો હુંકાર, બરેલીના મૌલાના ભૂલી ગયા કે યુપીમાં કોની સરકાર છે