Viral Video: આસામના પૂર્વ સીએમની દીકરીએ ડ્રાઈવરને ચંપલથી ફટકાર્યો, જાણો કેમ?

ગુવાહાટી: આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની દીકરી દ્ધારા એક ડ્રાઈવરને માર મારતો હોવાનો એક કથિત વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે (ડ્રાઈવર) દારૂના નશામાં તેને ગાળો આપતો હતો. વીડિયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ઘૂંટણિયે બેઠો છે તથા પૂર્વ મુખ્ય પ્રધાન પ્રફુલ્લ કુમાર મહંતની દીકરી તેને ચંપલથી માર મારી રહી છે.
Also read : PM Modi નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવાની મહિલાઓને તક, કરવું પડશે આ કામ
આ વીડિયો રાજધાનીના દિસપુર વિસ્તારમાં આવેલા ઉચ્ચ સુરક્ષાવાળા ધારાસભ્ય આવાસ સંકુલની અંદર શૂટ કરવામાં આવ્યો હતો જ્યાં અન્ય સ્ટાફ પણ આ ઘટના જોઈ રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી મહંતની પુત્રી કશ્યપે દાવો કર્યો કે આ વ્યક્તિ કાર ડ્રાઈવર છે અને લાંબા સમયથી તેમના પરિવાર માટે કામ કરી રહ્યો છે.
તેણે કહ્યું હતું કે “પરંતુ તે હંમેશા નશામાં રહે છે અને મારા પર ટિપ્પણીઓ કરે છે. બધા તેના વિશે જાણે છે. અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને તેમ ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. પણ આજે તેણે તમામ હદો પાર કરી દીધી હતી. જ્યારે કશ્યપને પૂછવામાં આવ્યું કે તેણી ફરિયાદ લઈને પોલીસ પાસે કેમ ના ગઇ ત્યારે તેણીએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે મોટા ભાગના કિસ્સાઓમાં મહિલા પર જ આક્ષેપ કરવામાં આવે છે.
Also read : મહાકુંભમાં ‘વાઈરલ ગર્લ’ હર્ષા રિછારિયાએ સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
નોંધનીય છે કે મહંત બે વાર આસામના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 1985થી 1990 અને બીજી વાર 1996થી 2001 સુધી રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા છે.