કળીયુગની દીકરીઓ પણ આવી? માતાને ક્રુરતાપૂર્વક માર માર્યો; આ વીડિયો જોઈ હચમચી જશો

હિસ્સાર: સોશિયલ મીડિયા પર એક કાળજું કંપાવી દે તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ મહિલાને એક યુવતી ક્રુરતા પૂર્વક માર મારી રહી છે, પીડામાં કણસી રહેલી વૃદ્ધ મહિલા બુમો પાડી રહી છે, છતાં યુવતી નિર્દયી બનીને માર મારી રહી છે. આવો અત્યાચાર કરનાર યુવતી બીજું કોઈ નહીં પણ વૃદ્ધ મહિલાની દીકરી (Daughter beats Mother) જ છે. આ વિડીયો હરિયાણાના હિસ્સારનો છે.
અહેવાલ મુજબ માતાની સંપતી પોતાના નામે કરવા દીકરી માતાની મમતા ભૂલીને આટલી ક્રુરતા પૂર્વક માર મારી રહીં છે. વીડિયો વાયરલ થયા પછી, મહિલાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જાનથી મારી નાખવાની ધમકી:
અહેવાલ મુજબ યુવતી એ તેના પતિ સાથે મળીને માતાને બંધક બનાવી હતી. વિડીયોમાં દેખાય છે કે તે માતાને થપ્પડ મારી રહી છે, ક્યારેક દાંતથી કરડી રહી છે, તો ક્યારેક વૃદ્ધ મહિલાના વાળ ખેંચી રહી છે. અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહી છે.
અહેવાલ મુજબ આ વિડીયો હરિયાણાના હિસારના આઝાદ નગરની મોર્ડન સાકેત કોલોનીનો છે. આરોપી મહિલાની ઓળખ રીટા તરીકે થઈ છે. રીટા માતાને માર મારી રહી છે માતા પોતાના હાથ પણ જોડી લે છે, પરંતુ દીકરીનું હૃદય પીગળતું નથી અને સતત માર મારતી રહે છે. આરોપી રીટા કહે છે, “મને મજા આવી રહી છે, હું તારું લોહી પી જઈશ.”
પ્રોપર્ટીની લાલચમાં મમતા ભુલાઈ!
રીટાના ભાઈ અમરદીપ સિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરદીપ સિંહે ફરિયાદમાં જણાવ્યું કે તેની બહેને બે વર્ષ પહેલા રાજગઢ નજીકના એક ગામમાં રહેતા સંજય પુનિયા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય પછી તે પિયર પરત ફરી. રીટાએ મિલકત માટે માતાને હેરાન કરવાનું શરૂ કર્યું અને તેના પતિને તેની સાથે રહેવા બોલાવ્યો.
આ પણ વાંચો : JNU વિદ્યાર્થી સંઘની પૂર્વ નેતા શેહલા રશીદને કોર્ટની મોટી રાહત, રાજદ્રોહ કેસ પરત ખેંચાશે
અમરદીપ સિંહે આરોપ લગાવ્યો કે રીટાએ કુરુક્ષેત્રમાં કૌટુંબિક મિલકત 65 લાખ રૂપિયામાં વેચી દીધી અને પૈસા પોતાની પાસે રાખી લીધા. ત્યાર બાદ માતાને ઘરમાં બંધક બનાવી રાખી કારણ કે માતા ઈચ્છતી હતી કે મિલકત અમરદીપના નામે થાય. અમરદીપ સિંહે દાવો કર્યો હતો કે રીટાએ તેને ઘરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી અને ધમકી આપી હતી કે તે તેના પર ખોટા આરોપો લગાવશે.
આઝાદ નગર પોલીસ સ્ટેશનનમાં રીટા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસ બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.