હિંદુ શ્રદ્ધાળુ તૈયાર થઇ જાઓ; આ તારીખે ખુલશે કેદારનાથ અને બદ્રીનાથ ધામના દ્વાર

કેદારનાથ ધામ: આજે મહાશિવરાત્રિના દિવસે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ (Mahakumbh Mela) મેળાનું સમાપન થવાનું છે, ત્યારે હિંદુ શ્રદ્ધાળુઓ જેની દર વર્ષે રાહ જોતા હોય છે એ ચારધામ યાત્રા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ ધામ (Kedarnath Dham) મંદિરના દરવાજા શિયાળા દરમિયાન લગભગ છ મહિના બંધ રહ્યા બાદ ભક્તો માટે ફરીથી 2જી મેના રોજ સવારે સાત વાગ્યે ખોલાવામાં આવશે.
આ તારીખે ખુલશે અન્ય ત્રણ ધામના દ્વાર:
કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ ધામના દ્વાર ખોલવાની તારીખની પણ જાહેરત કરવામાં આવી છે. બદ્રીનાથ મંદિરના દ્વાર 4 મેના રોજ ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની તારીખ પહેલાથી જ જાહેર કરવામાં આવી છે, આ બંને ધામના દરવાજા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના અવસર પર ખુલશે.
વિધિ બાદ જાહેરાત કરવામાં આવી:
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થાપલિયાલે આજે માહિતી આપી હતી. થપલિયાલે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર, બાબા કેદારના શિયાળુ સ્થાન ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં પરંપરાગત પૂજા કરવામાં આવી હતી, ત્યાર બાદ ધાર્મગુરુઓ અને વેદપથીઓએ પંચાંગની ગણતરી કરી અને કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાનો શુભ સમય શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો…‘AAP’એ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમથી ટિકિટ આપી, કેજરીવાલની થઈ શકે એન્ટ્રી?
તેમને જણાવ્યું કે આ પરંપરાગત પૂજા માટે, ઓમકારેશ્વર મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી રાવલ ભીમાશંકર લિંગ, કેદારનાથના વિધાનસભ્ય આશા નૌટિયાલ, મંદિર સમિતિના અધિકારીઓ અને ધર્માધિકારીઓ ઉપરાંત ભક્તો પણ હાજર રહ્યા હતા.
થાપલિયાલે જણાવ્યું હતું કે કેદારનાથ મંદિરના દરવાજા 2 મે, શુક્રવારે, સવારે 7 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખોલવામાં આવશે.