ટોપ ન્યૂઝનેશનલ

વિનામૂલ્યે અપડેટ થશે તમારું આધાર કાર્ડ, યુઆઈડીએઆઈએ નાગરિકોને આપી માહિતી…

માયઆધાર(MyAadhar) પોર્ટલ પર નિ:શુલ્ક આધાર અપડેટની તારીખ લંબાવાઈ

નવી દિલ્હી: આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્ત્વની વસ્તુ છે. તેને સમયાંતરે અપડેટ કરાવતા રહેવું પડે છે. સીવીસી સેન્ટરમાં આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે, પરંતુ ત્યાં ફી ચૂકવવી પડે છે. યુઆઈડીએઆઈ દ્વારા તેને વિનામૂલ્યે અપડેટ કરાવવા માટે 14 જૂન 2025 સુધીની મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ હવે આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

માયઆધાર પોર્ટલ પર વિનામૂલ્યે થશે અપડેટ
આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે. આ અંગે યુઆઈડીએઆઈ દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “યુઆઈડીએઆઈ એ લાખો આધાર કાર્ડ ધારકોના લાભાર્થે 14 જૂન 2026 સુધી વિનામૂલ્યે ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધા વધારી દીધી છે. વિનામૂલ્યે આધાર કાર્ડ અપડેટ કરવાની આ સુવિધા માત્ર માયઆધાર(MyAadhar) પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. યુઆઈડીએઆઈ લોકોને પોતાના આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.”

કોને અપડેટ કરાવવું જોઈએ આધાર કાર્ડ?
જે લોકોએ દસ વર્ષથી વધારે સમય પહેલા આધાર કાર્ડ બનાવડાવ્યું હતું અને ત્યારથી લઈને અત્યારસુધી પોતાના દસ્તાવેજો અપડેટ નથી કર્યા, તેમને યુઆઈડીએઆઈ દ્વારા આધાર ડેટાબેઝમાં પોતાનો રેકોર્ડ અપડેટ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આધાર કાર્ડ અપડેટ કરાવવું એવા લોકો માટે મહત્ત્વનું છે, જેમણે પોતાનું નામ, સરનામું અથવા અન્ય કોઈ ફેરફાર કરાવ્યો હોય.

ઉલ્લેખનીય છે કે, સીવીસી સેન્ટર અથવા જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બાયોમેટ્રિક્સ અથવા ફોટો અપડેટ કરવામાં આવે છે. જેના માટે તમારે ફી ચૂકવવી પડે છે. જ્યારે માયઆધાર પોર્ટલ પર દસ્તાવેજ અપડેટ કરાવવાની સુવિધા એક વર્ષ સુધી વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button