નેશનલ

ઓપરેશન સિંદૂરઃ રાફેલ અંગે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો કંપનીએ કર્યો ખુલાસો…

પેરિસ/નવી દિલ્હી/ઈસ્લામાબાદ: ‘ઓપરેશન સિંદૂર’ બાદથી રાફેલ જેટ બનાવતી કંપની ડસૉલ્ટ એવિએશનના શેર સતત ચર્ચામાં છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ખોટા દાવાઓ પર ડસોલ્ટ એવિએશન (Dassault Aviation)ના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે અરીસો દેખાડ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવમાં ભારતે રાફેલ ગુમાવ્યા હોવાના ખોટા દાવાઓને નકારી કાઢ્યા છે.

પાકિસ્તાનના દાવાને એરિક ટ્રેપિયરએ રદિયો આપ્યો
ડસૉલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરએ તેવા અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન સાથેના સૈન્ય તણાવમાં ભારતે રાફેલ લડાકુ વિમાન ગુમાવ્યા હતા. જોકે, ફ્રેન્ચ વેબસાઈટ ‘એવિયન ડી ચેસ’એ ટ્રેપિયરને ટાંકીને જણાવ્યું કે એક રાફેલ જેટ ઉંચી ઊંચાઈ પર તકનીકી ખામીને કારણે ગુમ થયું હતું, પરંતુ દુશ્મનની કોઈ પણ મુકાબલા દરમિયાન કોઈ પણ જેટ ગુમ થયું નથી.

પાકિસ્તાન અને ચીનનું સંયુક્ત ષડયંત્ર
ફ્રાન્સના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન અને ચીન સાથે મળીને રાફેલ વિમાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ફ્રાન્સનું કહેવું છે કે આ ષડયંત્રમાં રાફેલના કાટમાળની બનાવટી તસવીરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલ સામગ્રી અને 1,000થી વધુ નવા બનાવેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ ચીનની ટેકનોલોજીને વધુ સારી દર્શાવવાનો અને રાફેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.

રાફેલ વિરુદ્ધ ખોટા દાવાઓની એક મોટી જાળ
ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાફેલ વિરુદ્ધ ખોટા દાવાઓની એક મોટી જાળ ગોઠવવામાં આવી રહી છે, જેનાથી ચીનના હથિયારોને શ્રેષ્ઠ બતાવી શકાય. મંત્રાલયે પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે, “રાફેલને એમ જ નિશાન બનાવ્યું નથી. તે એક અત્યંત સક્ષમ લડાકુ વિમાન છે, જેને ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવ્યું છે અને તેને મોટા લશ્કરી અભિયાનોમાં તૈનાત કરવામાં આવે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button