નેશનલ

Viral Video: PM Modiની દાઢી સાથે રમવાની હિંમત? તમે જ જોઈ લો…

વાયનાડઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વાયનાડની મુલાકાત લીધી હતી અને વાયનાડની કુદરતી આફતથી અસરગ્રસ્તોને પણ મળ્યા હતા. એ વખતે પીએમ મોદી એક બાળકીને પણ મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાળકો પ્રત્યે ખાસ લગાવ છે અને અનેક મુલાકાતોમાં એ જોવા પણ મળે છે. તાજેતરમાં વાયનાડના અસરગ્રસ્તોની મુલાકાત વખતે પીડિત પરિવારને મળતા નાની દીકરીને મળીને મોદી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા, જ્યારે એનો વીડિયો ખૂદ હરિયાણાના મુખ્ય પ્રધાને શેર કરીને વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે.

શનિવારે પીએમ મોદી ભૂસ્ખલન પીડિત લોકોને મળ્યા હતા અને આ આફતમાં સેંકડો લોકોના મોત થયા હતા. પીએમ મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી, ત્યારે એક રીલિફ કેમ્પમાં પહોંચીની લોકો સાથે મુલાકાત કરી હતી ત્યારે વડા પ્રધાને એક બાળકીને મળ્યા હતા અને એ બાળકી પણ પીએમને જાણે વર્ષોથી જાણતી હોય એ રીતે ભેટી પડી હતી. બાળકીને તેડી લીધા પછી તે પણ મોદીની દાઢીમાં હાથ નાખીને તેમની સાથે રમતી જોવા મળી હતી.

આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી

આ મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો અને વીડિયોમાં જોવા મળે છે કે આ દીકરી પીએમ મોદીની દાઢી સાથે રમતી હતી. એ વખતે દીકરીએ પીએમ મોદીને ગાલ પર પપ્પી પણ કરી હતી. બાળકીની સાથે પીએમ મોદીનું વર્તન પણ પ્રેમાળ જોવા મળ્યું હતું. પીએમ મોદીએ દીકરીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા.

હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ હતું કે આજ કા સબસે સુંદર વીડિયો. આ વીડિયોને હજારો લોકોએ લાઈક કરી હતી, જ્યારે હજારો યૂઝરે તેના અંગે મજેદાર પ્રતિક્રિયાઓ આપી હતી. એક યૂઝરે લખ્યું હતું કે ટીકા પોતાની જગ્યાએ છે, પરંતુ આ વીડિયો અદભૂત અને સુંદર છે.

આ પણ વાંચો: રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…

અહીં એ જણાવવાનું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમોમાં બાળકોને હંમેશાં પ્રેમથી મળતા હોય છે, તેમાંય વળી ભીડમાં પણ બાળકોની મુલાકાત કરતા હોય છે, જ્યારે રમાડતા હોય છે. સ્વતંત્રતા દિવસના અવસરે પણ પીએમ મોદી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની સાથે સંબોધન પછી બાળકોને જઈને મળતા હોય છે, જે વર્ષોની પરંપરા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button