હવે દિલ્હી મેટ્રો બની ‘ષડયંત્ર’નો ભોગ, સિગ્નલ કેબલને પહોંચાડ્યું નુકસાન
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી દેશના અલગ-અલગ ભાગોમાંથી ટ્રેન દુર્ઘટનાના સમાચારો સામે આવી રહ્યા છે. આવા અનેક અકસ્માતોમાં કાવતરાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઘણી વખત જાણીજોઈને ટ્રેનોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો: દિલ્હી મેટ્રો ફરી બબાલઃ બે પ્રવાસી વચ્ચે જોરદાર મારામારી, વીડિયો વાઈરલ
હવે, દેશની રાજધાનીની લાઈફલાઈન કહેવાતી દિલ્હી મેટ્રોને લઈને પણ આવી જ એક ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ દિલ્હી મેટ્રોની યલો લાઇનના હૈદરપુર બાદલી મોડ અને જહાંગીરપુરી સ્ટેશન વચ્ચે સિગ્નલિંગ કેબલને નુકસાન પહોંચાડ્યું છે.
સોમવારે હૈદરપુર બાદલી મોડ અને જહાંગીરપુરી સ્ટેશનો વચ્ચે સિગ્નલિંગ કેબલને નુકસાન થવાને કારણે દિલ્હી મેટ્રોની યલો લાઇન સેવાઓ નોંધપાત્ર રીતે પ્રભાવિત થઈ હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી મેટ્રોની યલો લાઇન સેવા ગુરુગ્રામમાં મિલેનિયમ સિટી સેન્ટર (અગાઉનું હુડ્ડા સિટી સેન્ટર) અને દિલ્હીના સમયપુર બાદલી વચ્ચે દોડે છે.
આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં કેજરીવાલ પર ધમકીભર્યો મેસેજ લખનાર યુવકની ધરપકડ, જાણીતી બેંકનો કર્મચારી છે
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું હતું કે હૈદરપુર બાદલી મોડ અને જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન વચ્ચે કેટલાક બદમાશોએ સિગ્નલિંગ કેબલને નુકસાન પહોંચાડવાના કારણે સવારથી ‘યલો લાઇન’ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી અને તેને ઠીક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.