Cyclone Fengal: ભારત અને શ્રીલંકામાં 19 લોકો માર્યા ગયા, તમિલનાડુમાં પૂર
નવી દિલ્હી: ચક્રવાત ફેંગલથી(Cyclone Fengal)ભારત અને શ્રીલંકામાં 19 લોકો માર્યા ગયા છે. ચક્રવાત ફેંગલે ભારતના દક્ષિણ કિનારાને પાર કર્યા પછી તમિલનાડુ અને પુડુચેરીમાં પૂરનો ખતરો વધ્યો છે. જેમાં પુડુચેરીમાં 30 વર્ષમાં સૌથી વધુ 24 કલાક વરસાદ પડ્યો છે. ચક્રવાતને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે શહેરમાંથી ફ્લાઈટ્સ શનિવારે કામચલાઉ સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Cyclone Fengalને કરાણે પુડુચેરીમાં અતિભારે વરસાદ, જનજીવન ખોરવાયું
તમિલનાડુના વિલ્લુપુરમને ભારે વરસાદને કારણે આર્થિક નુકસાન
તમિલનાડુના વિલ્લુપુરમને ભારે વરસાદને કારણે આર્થિક નુકસાન થયું હતું. મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને જિલ્લામાં પડેલા વરસાદને અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે. ભારતીય સેના પુડુચેરીમાં તોફાનથી પ્રભાવિત લોકો માટે રાહત કામગીરી કરી રહી છે. જ્યારે ચેન્નાઈમાં વરસાદ ઓછો થયો છે. ભારે પવન અને ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને લોકોને બચાવવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શ્રીલંકામાં ભારે વરસાદને કારણે 16 લોકોના મોત થયા
કોલંબો સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના તાજેતરના ડેટા અનુસાર, શ્રીલંકામાં ભારે વરસાદને કારણે 16 લોકોના મોત થયા છે અને કુલ 138,944 પરિવારો પ્રભાવિત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 12 કલાક દરમિયાન ઉત્તર તમિલનાડુમાં ધીમે ધીમે નબળું પડીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે.