Cyclone Donna : ચક્રવાત ડોનાનો ખતરો વધ્યો, મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ચક્રવાત ડોનાનો(Cyclone Donna)ખતરો વધી રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહાડોમાં હિમવર્ષાના કારણે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં હરિયાણા અને દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી દસ્તક આપી શકે છે.
| Also Read: Ahmedabad માં વાતાવરણ પલટાયું, ઠંડા પવનો ફૂંકાયા, કડાકા ભડાકા સાથે વરસાદ
બંગાળની ખાડીમાં ચક્રવાતનો ભય
બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે એક વિશેષ બુલેટિનમાં જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હવામાન પ્રણાલી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે
| Also Read: અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો: મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન…
જ્યારે 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તે પાછળથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચવાની પ્રબળ સંભાવના છે.
ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે
IMDએ કહ્યું કે તેની અસરને કારણે 23 થી 25 ઓક્ટોબર સુધી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે આ હવામાન પ્રણાલી ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. તેમણે કહ્યું કે 23 ઓક્ટોબરથી ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
| Also Read: Gujarat માં ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત, અંકલેશ્વર GIDCમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ચાર રાજ્યોમાં યલો એલર્ટ
હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી અને યુપી સહિત ઉત્તર ભારતમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે.