નેશનલ

શું તમને ઈ-ચલણ ભરવા RTO તરફથી WhatsApp મેસેજ મળ્યો છે? તો ચેતી જજો, બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે

અમદાવાદ: ઈન્ટરનેટ અને સ્માર્ટફોન હાથવગો બનતા સરકારી કચેરીઓ અને બેંકમાં થતાં કામ હવે આંગળીના ટેરવે થવા લાગ્યા છે, આ સાથે સાઈબર ફ્રોડની સમસ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. સરકારી એજન્સીઓ સાઈબર ક્રિમીનલ્સની મોડસ ઓપરેન્ડીને ઓળખીને લોકોને સાવધ રહેલા જાણ કરતા રહે, પરંતુ છેતરપિંડી કરનારા લોકોના રૂપિયા પડાવવા નવી નવી રીતો શોધી કાઢે છે. તાજેતરમાં રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસ(RTO)ના નકલી ચલણના આડમાં તરપિંડીના બનાવો બન્યા છે, જેમાં લોકોએ રૂપિયા ગુમાવ્યા છે.

મુંબઈ સ્થિત એક વેપારીએ તાજેતરમાં નકલી ઈ-ચલણ ફ્રોડને કારણે રૂપિયા ગુમાવ્યા, તેમને આ અંગે X પર પોસ્ટ કરી. આ ઉપરાંત આવી છેતરપિંડીના અન્ય ઘણા મામલા પ્રકાશમાં આવ્યા છે.

ક્લોન કરેલી mParivahan એપ્લિકેશન:

RTOના ઈ-ચલણના ઓનલાઈન પેમેન્ટ માટેની સત્તાવાર વેહિકલ સર્વિસ એપ્લિકેશન mParivahan છે. સાયબર છેતરપિંડી કરનારાઓ RTO નામે WhatsApp એકાઉન્ટ બનાવે છે અને લોકોને નકલી ટ્રાફિક ચલણ મોકલે છે, તેઓ લોકોને ક્લોન કરેલી mParivahan એપની APK ફાઈલ પણ મોકલે છે. જો યુઝર આ APK ફાઈલ પર ક્લિક કરે, તો માલવેર ફોનમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. જે મારફતે છેતરપિંડી કરનારાઓ યુઝર્સના ફાઇનાન્સિયલ ડેટા મેળવી લે છે અને મિનિટોમાં તેમનું બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.

લોકોને સતર્ક રહેવા અપીલ:

RTO અધિકારીઓએ લોકોને આવા WhatsApp સામે સતર્ક રહેવા જણાવ્યું. અધિકારી એ કહ્યું કે દેશની કોઈ પણ આરટીઓ ઓફિસ વોટ્સએપ દ્વારા ઈ-ચલણ મોકલતી નથી. તાજેતરમાં આવી ઘણી છેતરપિંડી વિશે જાણવા મળ્યું છે. નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ અને લિંક કે ફાઈલ્સ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.

અગાઉ પણ સરકારી અને બેન્કિંગ એપ્લિકેશન ક્લોન થઇ ચુકી છેઅગાઉ પણ સાયબર ક્રિમિનલ્સ કેટલીક સરકારી એપ્લિકેશન ક્લોન કરી છેતરપિંડી કરી ચુક્યા છે. આવી ક્લોન કરેલી એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયા પછી, એપ્લિકેશન કોન્ટેક્ટ, કોલ લોગ અને મેસેજીસની ઍક્સેસ માંગે છે, ત્યાર બાદ હેકર્સને ફોનના ડેટાની સંપૂર્ણ ઍક્સેસ મેળવી લે છે. થોડીવાર પછી, કોઈ પણ એલર્ટ કે પરમિશન વિના ટ્રાન્ઝેક્શન થાય છે.

આપણ વાંચો:  કર્ણાટકને નવા મુખ્ય પ્રધાન મળે તેવા એંધાણઃ આજે રાત્રે રાહુલ ગાંધી સાથેની બેઠક બનશે નિર્ણાયક

અમેરિકા સ્થિત મોબાઇલ સિક્યુરિટી ફર્મ ઝિમ્પેરિયમે અગાઉ આવા જ ફ્રોડ શોધી કાઢ્યા હતાં, જેમાં WhatsApp દ્વારા ક્લોન કરેલી સરકારી અથવા બેંકિંગ એપ્લિકેશન્સની APK ફાઇલો મોકલવામાં આવે છે. zLabs ની ટીમે મોબાઇલ બેંકિંગને લગતી લગભગ 900 માલવેર વાળી એપ્સ શોધી કાઢી છે.

જો હવે તમને RTO તરફથી ઈ-ચલણનો WhatsApp મેસેજ મળે, તો તેનના પર ક્લિક કરશો નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button