નેશનલ

રાજયસભામાં ચલણી નોટોના બંડલ મળ્યા બાદ કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કર્યો આ ખુલાસો…

નવી દિલ્હી: રાજ્યસભામાં સુરક્ષા તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળી આવવાની ઘટનાને લઈને હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરક્ષા તપાસ દરમિયાન સીટ નંબર 222 પર નોટોના બંડલ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને આજે રાજ્યસભામાં હોબાળો થયો છે. મળતી માહિતી મુજબ રાજ્યસભા સીટ નંબર 222 જ્યાંથી રોકડ મળી આવી છે તે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીની(Abhishek Manu Singhvi) હતી.

આ પણ વાંચો : દલિત પિતાના બાળકોની આનામતનો કેસ આ કારણે ગયો સુપ્રીમ કોર્ટમાં: જાણો કોર્ટનો મહત્વનો ચુકાદો

હું કેન્ટીનમાં 30 મિનિટ હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ રાજ્યસભામાં તેમની બેન્ચની નીચે મળી આવેલા નોટોના બંડલ અંગે પોતાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મને આ વિશે માત્ર 5 મિનિટ પહેલા જ કોઈ જાણકારી ન હતી.તેમણે કહ્યું, હું લગભગ 3-4 મિનિટ રોકાયો, પછી 1 થી 1:30 વાગ્યા સુધી કેન્ટીનમાં અયોધ્યા પ્રસાદ સાથે લંચ કર્યું. હું 1:30 વાગ્યે નીકળ્યો, તેથી ઘરમાં મારો કુલ સમય 3 મિનિટનો હતો. આ ઉપરાંત મને લાગે છે કે હું કેન્ટીનમાં 30 મિનિટ હતો . આ વિચિત્ર છે કે આવી બાબતો પર રાજનીતિ કરવામાં આવે છે.

બંને પક્ષોએ આની નિંદા કરવી જોઈએ

ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર મુદ્દો છે. આ ગૃહની ગરિમા પર હુમલો છે. મને આશા હતી કે વિરોધ પક્ષના નેતાઓ પણ વિગતવાર તપાસની માંગ કરશે. વિપક્ષે હંમેશા સ્વસ્થ મન અને ભાવના સાથે આગળ આવવું જોઈએ. બંને પક્ષોએ આની નિંદા કરવી જોઈએ.

આ પણ વાંચો : ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મના આમંત્રણ બાદ પણ બાબાસાહેબે કેમ માત્ર બૌદ્ધ ધર્મ જ અપનાવ્યો ?

કોંગ્રેસના નેતાઓએ જેપીસી તપાસની માંગ કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષને મળ્યા છે અને રાજ્યસભાની સીટ નંબર 222 પર નોટ મળી આવવાના મુદ્દે સંપૂર્ણ તપાસની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે એનઆઈએ અથવા જેપીસી જે પણ સરકાર યોગ્ય સમજે તેમણે મામલાની તપાસ કરવી જોઈએ. આ સિવાય જો કોઈ વ્યક્તિ 50000 રૂપિયા લઇને આવે તો તે ગુનો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button