ટોપ ન્યૂઝનેશનલ

અમદાવાદની સાબરમતીની જેમ દિલ્હીની યમુનામાં શરૂ થશે ક્રૂઝ સેવા, આવી હશે સુવિધા

નવી દિલ્હીઃ દિલ્હીની યમુના નદીમાં આગામી દિવસોમાં ક્રૂઝ સેવા શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સાથે કરાર કર્યા હતા. ઈનલેંડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)એ મંગળવારે યમુના નદી પર ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા સમજૂતી કરાર કર્યા હતા. સત્તાવાર નિવેદન પ્રમાણે, સોનિયા વિહાર અને જગતપુર વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરાશે. આ કરારનો હેતુ યમુના નદીના ચાર કિલોમીટર વિસ્તારમાં ક્રૂઝ પર્યટનને વિકસિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.

Also read : Delhi Police કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ એક્શનમાં…

દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કહ્યું, હવે યમુના નદી પર ફેરી સેવા અને ક્રૂઝ પર્યટનથી દિલ્હીવાસીઓને એક નવો અનુભવ મળશે. આધુનિક સેવાથી સજ્જ ક્રૂઝથી ન માત્ર પર્યટનને પ્રોત્સાહન મળશે પરંતુ દિલ્હીને વૈશ્વિક સ્તરે એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં દિલ્હી વિકાસ અને પર્યટનમાં નવા નવા રેકોર્ડ બનાવશે. આ ઉપરાતં તેમણે ઉમેર્યું, દિલ્હીમાં ગંગાની જેમ દિવ્ય અને ભવ્ય યમુના આરતીનું આયોજન થાય તે દિવસો દૂર નથી. તેનાથી હજારો લોકો આપણી મહાન સનાતન સંસ્કૃતિ સાથે ન માત્ર જોડાશે પરંતુ તેને આત્મસાત પણ કરી શકશે.

એમઓયુ મુજબ યમુના નદીમાં ઈલેક્ટ્રિક-સોલર હાઈબ્રિડ બોટ્સ ચલાવવામાં આવશે. દરેક બોટમાં 20 થી 30 મુસાફરો ફરી શકશે. તેમાં મુસાફરો માટે બાયો ટૉયલેટ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, લાઈફ જેકેટની સુવિધા હશે.

Also read : Delhi ના સીએમ કાર્યાલયમાં ડો. આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર યથાવત, ભાજપે શેર કરી પોસ્ટ

ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા કાર્યરત છે, તેવી જ રીતે દિલ્હીની યમુના નદીમાં પણ ટૂંક સમયમાં ક્રૂઝ સેવા શરૂ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button