નેશનલ

ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં વિક્રમી વધારો, હજુ વઘવાની શક્યતા

નવી દિલ્હી : ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાની અસર વૈશ્વિક બજારમાં દેખાવા લાગી છે. શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ઇઝરાયેલના હુમલાના કારણે આરબ દેશોમાં તણાવ વધવાની ધારણા છે. જેના કારણે ક્રૂડ પુરવઠા પર અસર થશે. જો લાંબા સમય સુધી ક્રૂડના ભાવમાં ઘટાડો નહીં થાય તો તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી શકે છે.

વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 20 ટકા સુધી વધારાની શકયતા

જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટના ભાવમાં 12.60 ટકાનો વધારો થયો છે. આ ઉછાળા પછી ક્રૂડ ઓઇલનો ભાવ દર બેરલ દીઠ 76.61 ડોલર પર પહોંચી ગયો છે. જ્યારે બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ 12.20 ટકાના વધારા પછી પ્રતિ બેરલ 77.77 પર પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે આરબ દેશો વચ્ચે વધતા તણાવને કારણે, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

ઇઝરાયલનું ઓપરેશન રાઇઝિંગ લાયન

ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે ઇઝરાયલની વાયુસેનાએ ઓપરેશન રાઇઝિંગ લાયન’ના ભાગ રૂપે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં પરમાણુ અને લશ્કરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલે દાવો કર્યો કે ઈરાનને પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાથી રોકવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઈરાનના ન્યુક્લિયર એનરીચમેન્ટ સાઈટ્સ, બેલિસ્ટિક મિસાઇલ પ્રોડક્શન ફેસેલીટી અને મીલીટરી લીડરશીપને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

આપણ વાંચો:  ઈરાન-ઈઝરાયલ તણાવની ભારત પર અસર, એર ઇન્ડિયાએ ફ્લાઈટ્સ પરત બોલાવી

ઇઝરાયલ પર પણ ઇરાનના હુમલાનો ભય

જ્યારે ઇરાન પર ઇઝરાયલના હવાઈ હુમલા પછી એવો ભય છે કે નજીકના ભવિષ્યમાં ઇઝરાયલ અને તેના નાગરિકોને મિસાઇલ અથવા ડ્રોન હુમલાનો સામનો કરવો પડી શકે છે. ઇઝરાયલે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાને તેહરાનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button