છત્તીસગઢના સુકમામાં નક્સલવાદી સાથે અથડામણમાં CRPF અધિકારી શહીદ, એક ગંભીર રીતે ઘાયલ

રાયપુર: છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે રવિવારે સવારે નક્સલવાદીઓ સાથે CRPF જવાનોની અથડામણ થઇ હતી. આજે લગભગ 7 વાગ્યે નક્સલવાદીઓ સાથેની અથડામણમાં CRPF 165મી બટાલિયનના સબ-ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ રામુને ઈજા થઈ હતી, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. CRPFએ ચાર શંકાસ્પદોની અટકાયત કરવામાં કરી છે. સુરક્ષા દળો દ્વારા આસપાસના વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈએ માઓવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડીની શહીદી પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. મુખ્ય પ્રધાને શહીદના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા જવાન રામુની યોગ્ય સારવાર માટે મુખ્ય પ્રધાને નિર્દેશો આપ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે 7 વાગે સીઆરપીએફની 165મી બટાલિયનની એક કંપની જાગરગુંડા પોલીસ સ્ટેશન હેઠળના બેદરે કેમ્પથી ઉરસંગલ ગામ તરફ અભિયાન માટે નીકળી હતી.
અધિકારીએ કહ્યું કે CRPF, કોબ્રા દળ અને જિલ્લા દળોએ આસપાસના વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને ચાર શકમંદોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું