![CRPF jawans opened fire on camp in Manipur](/wp-content/uploads/2025/02/CRPF-jawans-opened-fire-on-camp-in-Manipur.webp)
ઇમ્ફાલ: મુખ્ય પ્રધાનના રાજીનામાં બાદ મણિપુરમાં આજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિની વચ્ચે CRPF જવાનના કેમ્પમાં ગોળીબાર થયો છે. જેમાં 2 જવાનોના મૃત્યુ થયા છે જ્યારે 8 જવાનો ઘાયલ થયા છે. આ ગોળીબાર ખુદ સેનાના જ જવાને કર્યો હતો અને ગોળીબાર બાદ જવાને પોતે જ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: Breaking News: મણિપુરમા રાષ્ટ્રપતિ શાસન લાગુ, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું
8 જવાનો ઘાયલ
પ્રાપ્ત વિગતો અનુસાર 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનથી ગોળીબાર કર્યો હતો. જેમાં એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું, જો જે બાદમાં તેણે પોતાને ગોળી મારી દીધી હતી. ગોળીબારમાં આઠ સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઇમ્ફાલ સ્થિત રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં લઈ જવામાં આવ્યા હતા. જો કે જવાને કયા કારણોસાર ગોળીબાર કર્યો હતો તે જાણી શકાયું નથી.
મુખ્ય પ્રધાને આપ્યું રાજીનામું
રાજયમાં વિધાનસભા સત્ર શરૂ થતા પૂર્વે મુખ્ય પ્રધાન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો. તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવન ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન, અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી.