મહાકુંભમાં ભીડ થઈ બેકાબૂ; પોલીસ સાથે ઝપાઝપી, બેરિકેડ તોડયા

પ્રયાગરાજ: હાલ ચાલી રહેલા મહાકુંભથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે મૌની અમાવસ્યાના બે દિવસ પહેલા સોમવારે મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન પોન્ટૂન બ્રિજ નંબર- 15 બંધ કરવામાં આવ્યો છે અને તેને લઈને શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
મૌની અમાવસ્યાની વિશેષ તૈયારીઓ પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર મૌની અમાવસ્યાના બે દિવસ પહેલા સોમવારે મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુની ભારે ભીડ ઉમટી પડી હતી. આથી સ્નાન કરનારાઓની ભીડ સામે કુંભ પોલીસની બધી તૈયારીઓ નિષ્ફળ ગઈ. પોલીસે બે દિવસ પહેલા ઝોનલ પ્લાન અમલમાં મૂક્યો છે અને તેના કારણે શ્રદ્ધાળુ રોષે ભરાયા હતા. એસડીએમની કારમાં પણ તોડફોડતંત્ર દ્વારા પોન્ટૂન બ્રિજ નંબર 15 બંધ શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
આથી રોષે ભરાયેલા શ્રદ્ધાળુએ પોન્ટૂન બ્રિજ નંબર સાત પાસેના બેરિકેડ તોડી નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ. એસડીએમની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.