નવી દિલ્હીઃ ફૂટબૉલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક્સ (ટવિટર) પર એક જાણીતી બ્રૅન્ડ માટે જાણતાં-અજાણતાં પ્રમોશનલ પોસ્ટ શૅર કરી એટલે વિવાદમાં આવી ગયો છે. એક્સના કેટલાક યુઝર્સે આ પોસ્ટ બાબતમાં જણાવ્યું છે કે જાહેરખબર તરીકે આ પોસ્ટ રજૂ થવી જોઈતી હતી. આ પોસ્ટ મારફત રોનાલ્ડોએ લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી પણ આપી હોવાનો આક્ષેપ એક ભારતીય ડૉક્ટરે કર્યો છે. ડૉક્ટરે ભાર દઈને જણાવ્યું છે કે સેલિબ્રિટીઝ ઘણી વાર નૈતિક મૂલ્યો અને નીતિમત્તાના ધોરણોનું અવમાન કરતા હોય છે.
રોનાલ્ડો હાલમાં સોશિયલ મીડિયામાં ટૉક ઑફ ધ ટાઉન છે. પોર્ટુગલના આ સર્વોત્તમ ફૂટબોલરે હર્બલલાઇફ ફૉર્મ્યુલા-વનને લગતી પોસ્ટ શૅર કરીને ચાહકોને સંદેશ આપ્યો છે કે સ્વાસ્થ્યપ્રદ સવારના નાસ્તા તરીકે તમે આ પ્રૉડક્ટને અજમાવી શકો છો, કારણકે એમાં પ્રોટિન, ફાઇબર, વિટામીન્સ તથા મિનરલ્સનું બહુ સારું મિશ્રણ છે.
એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ રોનાલ્ડોની કૅપ્શનમાં જણાવાયું છે, દિવસની શરૂઆત કરવા માટે આ બહુ સારો વિકલ્પ છે? આ હેલ્ધી બ્રેકફાસ્ટ છે’, એવું જણાવીને રોનાલ્ડોએ આ પોસ્ટમાં હૅશટૅગહર્બલલાઇફ’ તથા હેલ્ધીબ્રેકફાસ્ટ’ પણ સામેલ કર્યા હતા. જોકે જેવી આ પોસ્ટ વાયરલ થઈ, કેટલાક એક્સ યુઝર્સે ભારપૂર્વક જણાવ્યું કેરોનાલ્ડોએ આ પોસ્ટને પેઇડ ઍડવર્ટાઇઝમેન્ટ તરીકે બતાવાઈ જોઈતી હતી. રોનાલ્ડોને આ પ્રમોશનલ પોસ્ટ માટે પૈસા મળતા હશે એટલે તેણે આ પોસ્ટને ઍડ તરીકે બતાવવી જોઈતી હતી.
ધ લિવર ડૉક્ટર’ તરીકે ભારતના જાણીતા હેપૅટોલોજિસ્ટ ડૉ. સિરિયાક ઍબી ફિલિપ્સે પ્રતિક્રિયામાં જણાવ્યું,દિવસની ખૂબ જ સારી શરૂઆત કરવા માટે આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ હશે. એમાં કોઈ શંકા નથી, પરંતુ લિવરના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરાવતી પ્રૉડક્ટો બાબતમાં આવું ન હોય.’
આ પણ વાંચો : મેસીએ ગોલ કર્યા પછી પુત્રોને આપેલું કયું વચન પાળ્યું?
39 વર્ષનો રોનાલ્ડો 2013ની સાલથી આ પ્રૉડક્ટનો પ્રચાર કરે છે.