બેક ટુ પેવેલિયનઃ ટ્રમ્પે શપથ લેતા 18,000 ગેરકાયદે ભારતીય પર તોળાતું સંકટ
વોશિંગ્ટનઃ ચાર વર્ષ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે સોમવારે રાતના શપથ લીધા હતા. તેમણે પદ સંભાળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. આની અસર ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ પર પણ પડી શકે છે.
ગેરકાયદે રીતે પ્રવેશનારા પર પ્રતિબંધ મૂકાશે
મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકાથી 18,000 ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવશે. ભારત અને અમેરિકા આ મુદ્દે એકબીજાને સહકાર આપવા તૈયાર છે. ગેરકાયદે ઘૂસણખોરી ટ્રમ્પનો મોટો ચૂંટણી મુદ્દો રહ્યો છે. ટ્રમ્પે આના વિરુદ્ધ કાર્યકારી ઓર્ડર જારી કર્યો છે.
આપણ વાંચો: હશમની કેસમાં રાહત માટે ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, વકીલોએ આપી આવી દલીલ
૨૦૨૨માં યુએસ ગૃહ વિભાગે આ સંબંધિત ડેટા જાહેર કર્યો હતો. જોકે, તેની પ્રક્રિયા અંગેની જાણકારી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ કરેલી મોટી જાહેરાતોમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સનો મુદ્દો પણ સામેલ હતો. તેમણે ગેરકાયદે રીતે અમેરિકા આવતા લોકો પર કાયમી પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.
શપથ લેતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ચિંતા વધી
તેમણે ગઈકાલે કહ્યું હતું કે યુએસ-મેક્સિકો બોર્ડર પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરશે. ગેરકાયદે પ્રવેશ તરત જ બંધ કરવામાં આવશે અને તેમનું વહીવટીતંત્ર લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરશે. ત્યારથી અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ચિંતા વધી ગઈ છે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા મિસ્ટર પ્રેસીડેન્ટ, જાણો તેમના અંગત અને રાજકીય જીવનની સફર વિષે
7.25 લાખ ગેરકાયદે રહે છે અમેરિકામાં
એક અંદાજ મુજબ લગભગ ૭.૨૫ લાખ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે. પિયુ રિસર્ચ સેન્ટરના ૨૦૨૨ના મૂલ્યાંકન મુજબ અમેરિકામાં કુલ ૧૦૧ મિલિયન લોકો ગેરકાયદે રીતે રહે છે. ગેરકાયદેસર વસાહતીઓના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ છે કે વિશ્વમાં જ્યાં પણ ભારતીયો રહે છે, તેમણે તે સ્થળના નિયમો અને કાયદાનું પાલન કરવું જોઈએ.