Crime News: પતિ સાથે પિકનિક પર ગેયલી પત્નીને બંધક બનાવી કર્યો ગેંગરેપ, વીડિયો પણ ઉતાર્યો

MP Crime News: મધ્ય પ્રદેશમાં પર્યટક સ્થળોમાં હવે પ્રવાસીઓ પણ સુરક્ષિત નથી.આવા સ્થળો પર મહિલા હિંસા અને ગેંગરેપની ઘટના વધી છે. એશિયામાં અલ્ટ્રા સોલર પ્લાન્ટ અને ભૈરવ બાબા માટે જાણીતું ગુઢ ગેંગરેપની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. એક નવદંપત્તિને બંધક બનાવીને છ લોકોએ પરિણીતા પર ગેંગરેપ કર્યો હતો. ઉપરાંત ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
શું છે મામલો
રિવા જિલ્લાના ગુઢ સ્થિત પ્રવાસન સ્થળ ભૈરવ બાબામાં યુવા કપલ પિકનિક માટે આવ્યું હતું. આ દરમિયાન પાંચ અજાણ્યા લોકોએ કપલ સાથે મારપીટ કરી અને પતિને બંધક બનાવી લીધો અને વારાફરતી આરોપીએ યુવકની પત્ની સાથે દુષ્કર્મ કર્યું હતું.
પોલીસે શું કહ્યું
પોલીસના કહેવા મુજબ, આરોપીઓ દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો અને પીડિત ફરિયાદ ન કરી શકે તે માટે વાયરલ કરવાની ધમકી આપી હતી. મંગળવારે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પીડિતાએ 5 આરોપીઓ સામેલ હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસે ગેંગરેપની ઘટનામાં સામેલ 5 આરોપીની ધરપકડ કરી હતી અને તેમની સાથે અન્ય કોણ કોણ હતું તેની તપાસ શરૂ કરી હતી. એસપી વિવેક સિંહે જણાવ્યું કે, પોલીસે ઘટનામાં સામેલ 5 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.
એક આરોપીએ જણાવ્યું, તે તમામ નશો કરી રહ્યા હતા, આ દરમિયાન નવદંપત્તિને જોઈ તેઓ ભાન ભૂલી ગયા અને મારપીટ કરવા લાગ્યા. તેમજ યુવકના હાથ બાંધી દીધા અને તેની પત્ની સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું.