માણસને રાક્ષસ સાબિત કરતી આ દસ ભયાનક હત્યાઓઃ પુરુષો નહીં મહિલાઓ પણ બની જાય છે જાનવર

આજના સમયમાં સંબંધોનું સ્વરૂપ બદલાયું છે અને સ્ત્રી-પુરુષના સંબધોમાં ઘણા જ ફેરફાર આવ્યા છે, પણ સમય ગમે તેટલો બદલાય પ્રેમ તો શાશ્વત રહેવો જોઈએ ને…ના એવું નથી થતું અને પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાના સંબંધોનો એવો અંજામ આવે છે કે સંબંધો પરથી વિશ્વાસ ઊઠી જાય. એક સમયે જેના પર આંખો મિચીને વિશ્વાસ કર્યો, જેને તન અને મન દીધું, દુનિયા સામે બગાવત કરી અને તે વર્ષોના સાથ અને સહવાસ બાદ જાનવર કે રાક્ષસ થઈ તમારા શરીરના ટૂકડે ટૂકડા કરી નાખે, તેને બાફી નાખવા જેટલી ક્રૂરતા આચરે ત્યારે ચિંતા અને ચિંતન આખા સમાજે કરવાની જરૂર છે.
આ પણ વાંચો: મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો
તાજેતરમાં બનેલી મુસ્કાન-સૌરભની ક્રાઈમસ્ટોરીએ ફરી એ રાક્ષસી કૃત્યોની યાદ તાજા કરી છે. કોઈની હત્યા પતિએ કરી તો કોઈની હત્યા પ્રેમીએ કરી! કોઈ લિવ ઈનમાં રહેતું હતું તો કોઈના પર લગ્નનું દબાણ! કોઈની લાશ ફ્રિજમાંથી મળી તો કોઈની લાશ સૂટકેશમાંથી મળી! કોઈ ઘટનામા પત્નીએ પત્ની હત્યા કરી તો કોઈ ઘટનામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી! ભારતમાં એવી 10 હત્યાઓ થઈ જે ઘટનાઓએ લોકોના હ્રદય કંપાવી નાખ્યાં. સૌરભ રાજપૂત, શ્રદ્ધા વાલકર, હિમાની નરવાલ, નિક્કી યાદવ, મહાલક્ષ્મી, વૈંકટ માધવી, સરસ્વતી વૈદ્ય, ધન્ના લાલ સૈની ઉત્પલા અને પિંકી પ્રજાપતિ આ નામો એવા છે જેમની કરપીણ હત્યા થઈ હતી.
આ પણ વાંચો: ભાભીની હત્યા કરી ભત્રીજાનું અપહરણ કરવાના કેસમાં આરોપી 23 વર્ષે પકડાયો…
મેરઠ: પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી

મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યા થઈ જેની ચર્ચા ભારતભરમાં થઈ રહી છે. સૌરભ રાજપૂતની હત્યા પત્ની મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાહિલ સાથે મળીને કરી હતી. વાત અહીં પૂર્ણ નથી થતી. આ લોકોએ સૌરભની લાશના ટુકડા કરીને એક ડ્રમમાં સિમન્ટ નાખીને છુવાપી દીધા હતા. પોલીસને સિમેન્ટમાંથી સૌરભની લાશ કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતા સૌરભ રાજપૂતની હત્યા થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.
દિલ્હી: લાશના ટુકડા શહેરની જુદા જુદા વિસ્તારમાં નાખી દીધા

શ્રદ્ધા વાલકરનો કેસ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. 2022 માં શ્રદ્ધા વાલકરની હત્યા તેના લિવ ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ કરી હતી. આ ઘટના દિલ્હીમાં બની હતી. ગળું દબાવીને હત્યા કર્યાં બાદ આરોપીએ શ્રદ્ધાની લાશના 35 ટૂકડા કર્યા અને તેને ફ્રિજમાં સંતાડી દીધા હતાં. એટલું જ નહીં પરંતુ પછી લાશના ટુકડાઓને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ફેકી દીધા હતાં જેથી પોલીસને કોઈ પુરાવો ના મળી શકે. શ્રદ્ધાની હત્યાને કેસની ચર્ચા દેશભરમાં થઈ હતી.
રાજસ્થાન: પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી

2025 ના માર્ચમાં રાજસ્થાનમાં પણ એક હત્યાની ઘટના બની હતી. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિ ધન્ના લાલ સૈનીનું ઢીમ ઢાળી દીધું હતું. આ કેસમાં રાજસ્થાનની 42 વર્ષીય ગોપાળી દેવી અને તેના પ્રેમી, દીનદયાળ કુશવાહાની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો એટલા માટે પતિની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ લાશને જંગલમાં લઈ જઈને સળગાવી દીધી હતી.
મહારાષ્ટ્ર: પતિએ માથું કાપી નાખ્યું અને ધડ છુપાવી દીધું

મહારાષ્ટ્રમાં પતિએ પત્ની હત્યા કરી હતી. આ ઘટના પણ ક્રુર હતી કારણે કે, 49 વર્ષીય હિપ્પારગી પતિએ તેની પત્ની ઉત્પલાની ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યાં બાદ ધારદાર હથિયાર વડે પત્નીનું ગળું કાપી નાખ્યું અને બેગમાં ભરીને વેરાન જગ્યાએ મુકી આવ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.
દિલ્હી: પ્રેમિકાની હત્યા કરી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા

2023માં નિક્કી યાદવની હત્યાનો કેસ બન્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નિક્કી યાદવની હત્યા તેના લિવ ઈન પાર્ટનર સાહિલ ગેહલોતે કરી હતી. શ્રદ્ધા વાલકરની જેમ નિક્કી યાદવની લાશને પણ સાહિલે પશ્ચિમ દિલ્હીના મિતરાવ ગામમાં આવેલા એક હોટલના ફ્રિજમાં છુપાવી હતી. ઘટનામાં એવું સામે આવ્યું હતું કે નિક્કી યાદવ લગ્ન કરવા માટે સાહિલને વારંવાર પૂછતી હતી,જેથી સાહિલે તેની હત્યા કરી હતી. સાહિલે તેની સાથે તો લગ્ન ના કર્યાં પરંતુ નિક્કી યાદવની હત્યા કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં.
બેંગલુરુ: મહાલક્ષ્મીની હત્યા કરીને લાશના 59 ટુકડા કર્યા

2023માં જ ફ્રિજમાંથી લાશ મળી આવવાની બીજી ઘટના બની હતી. સપ્ટેમ્બર 2023 માં બેંગલુરુના એક એપાર્ટમેન્ટના ફ્રિજમાંથી 29 વર્ષીય સેલ્સવુમન મહાલક્ષ્મીનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાએ લાશના 59 ટુકડા કરીને ફ્રિજમાં સંતાડી દીધા હતાં. મહાલક્ષ્મીની હત્યા કર્યા બાદ શંકાસ્પદ આરોપી મુક્તિરંજન પ્રતાપે પણ આત્મહત્યા કરી લીધી હતી. મુક્તિરંજન પ્રતાપે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું. કે, જો તે મહાલક્ષ્મીને નહીં મારે તો મહાલક્ષ્મી તેને મારી નાખશે અને તેના નાના ટુકડા કરી નાખશે.
મધ્ય પ્રદેશ: આરોપીએ પિંકીની લાશને 8 મહિના સુધી ફ્રિજમાં રાખી હતી

મધ્યપ્રદેશમાં એક એવી ઘટના બની હતી જેમાં હત્યા કરીને લાશને 8 મહિના સુધી ફ્રિજમાં સંતાડીને રાખી હતી. મધ્ય પ્રદેશના દેવાસમાં પિંકી પ્રજાપતિ નામની યુવતીની સંજય પાટિદાર નામના યુવકે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ લાશને 8 મહિના સુધી ફ્રિજમાં સંતાડીને રાખી હતી. તપાસમાં એવું સામે આવ્યું કે, તેઓ બન્ને લિવ ઈનમાં રહેતા હતાં અને પિંકી વારંવાર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. ક્યારે પોલીસે આ ઘટનાની તપાસ કરી ત્યારે ફ્રિજમાંથી પિંકીની લાશ મળી આવી હતી. પિંકીએ સાડી સાથે દાગીના પણ પહેરેલા હતાં, આ સાથે તેના હાથ-પગ પણ બાંધેલા હતાં
મુંબઈ: આરોપીએ મૃતદેહના ટુકડા કરીને કુકરમાં બાફ્યાં હતા

જુન 2023 માં મુંબઈમાં પણ એક હત્યાનો બનાવ બન્યો હતો. મુંબઈના મીરા રોડ પર આવેલા એક ફ્લેટમાં સરસ્વતી વૈદ્યની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે, 34 વર્ષિય સરસ્વતી 56 વર્ષિય મનોજ સાને સાથે લિવ ઈનમાં રહેતા હતાં. મનોજ સાનેએ ગળું દબાવીને સરસ્વતીની હત્યા કરી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ ચેઇનસો વડે સરસ્વતીની લાશના ટુકડા કર્યાં હતાં. આ ટુકડાઓને આરોપીઓ કૂકરમાં બાફ્યા અને ચૂલા પર શેક્યાં હતાં. આરોપી મનોજ સાનેએ હત્યા કરીને ક્રુરતાની હદ વટવી દીધી હતી.
હરિયાણા: સુટકેસમાંથી મળી આવ્યો હતો હિમાનીનો મૃતદેહ

હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ નેતાની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોંગ્રેસ નેતા હિમાની નરવાલનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો હતો. હિમાની નરવાલની હત્યા મોબાઇલ ફોન ચાર્જર કેબલથી ગળું દબાવીને કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 30 વર્ષીય સચિનની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, બન્ને રિલેશનશિપમાં હતાં. આ ઘટનાની પણ દેશભરમાં ખૂબ જસ ચર્ચાઓ થઈ હતી.
હૈદરાબાદ: ભૂતપૂર્વ સૈનિક ગુરુ મૂર્તિએ કરી પત્નીની હત્યા

હૈદરાબાદમાં પણ બે મહિના પહેલા આવો એક હત્યાકાંડ થયો. ઘટના એવી હતી કે, 45 વર્ષીય ભૂતપૂર્વ સૈનિક ગુરુ મૂર્તિએ પત્ની વેંકટ માધવીની હત્યા કરી હતી. આરોપીએ પોલીસથી બચવા માટે લાશના ટુકડા કરીને કુકરમાં બાફ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે કરેલી તપાસના રિપોર્ટ્સ પ્રમાણે આરોપીએ પત્નીની લાશના ટુકડાને ત્રણ દિવસથી ઉકાળ્યા અને પેક કર્યા અને તળાવમાં ફેંકી દીધા હતાં. આ કેસમાં હજી પણ તપાસ ચાલી રહી છે. હજી પણ તેમાં અનેક પ્રકારના ખુલાસાઓ થઈ શકે તેમ છે.