નેશનલ

દિલ્હીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ! પાગલ પ્રેમીએ યુવતીનું જાહેરમાં ગળું કાપ્યું

દિલ્હી: ગત રાત્રે દિલ્હીમાં સુરતના ગ્રીષ્મા હાત્યા કેસ જેવી ઘટના બની હતી, કેન્ટના કિવારી પેલેસ મેઈન રોડ પર એક પ્રેમી એક યુવતી પર જહેરમાં છરી વડે ઘાતક હુમલો કરીને લોહીલુહાણ કરી (Delhi Knife attack) નાખી હતી, ત્યાર બાદ યુવકે પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો, યુવકે પોતાને પણ છરીના ઘા માર્યા હતાં. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં બંને હાલત ગંભીર હોવાના અહેવાલ છે.

પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. ફોરેન્સિક ટીમે લોહીથી ખરડાયેલો છરી અને અન્ય પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ બંનેના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.

રોડ પર ભયાનક દ્રશ્ય:

દિલ્હી કેન્ટ પોલીસને રાત્રે લગભગ 11 વાગ્યે કોઈ રાહદારીનો કોલ મળ્યો. રાહદારીએ એક યુવક અને યુવતીને રોડ પર લોહીથી લથપથ હાલતમાં પડેલા હોવાની પોલીસને જાણ કરી હતી, જ્યારે પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફૂટપાથ પર લોહીની ખાબોચિયું ભરાઈ ગયું હતું.

આ પણ વાંચો: મેરઠ હત્યાકાંડમાં નવો ખુલાસો! મુસ્કાને સૌરભનો મૃતદેહ છુપાવવા માટે ડ્રમ નહીં, પણ…

પોલીસે જોયું કે યુવતીના ગળા અને અન્ય ભાગોમાંથી લોહી વહી રહ્યું હતું. રક્તસ્ત્રાવ અટકાવવા માટે એક રાહદારીએ તેના ગળામાં કપડું બાંધી દીધું હતું. નજીકમાં એક યુવક પણ લોહીથી લથપથ પડેલો હતો. યુવતીને છરી માર્યા બાદ યુવકે પોતાને પણ છરીના ઘા માર્યા હતાં. નજીકમાં લોહીથી ખરડાયેલી છરી પણ પડી હતી. યુવતીની કાળા કલરની બેગ પર પણ લોહી હતું. પોલીસ અધિકારી બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા. બંને પાસે મળેલા મોબાઇલ ફોનની મદદથી, તેમના પરિવારોને ઘટના વિશે જાણ કરવામાં આવી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ કરી રહી છે.

પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલી લાગે છે. આરોપી અને પીડિતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. રાહદારીના જણાવ્યા મુજબ યુવક ચીસો પાડતો યુવતી તરફ ઘસી આવ્યો હતો અને છરીથી હુમલો કર્યો. યુવકે યુવતીના ગળા પર છરી ફેરવી દીધી આ સાથે જ લોહી વહેવા લાગ્યું અને તે જમીન પર પડી ગઈ અને પીડાથી કરડવા લાગી. આ પછી, યુવકે યુવતીની છાતી સહિત અન્ય ભાગોએ છરીના ઘા માર્યા. ત્યાર બાદ યુવકે પોતાને પણ ઘાયલ કર્યો. બંને લોહીથી લથપથ રસ્તા પર પડ્યા રહ્યા, જ્યારે આસપાસના લોકો આ ભયાનક દ્રશ્ય જોતા રહ્યા. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button