મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી શેરબજાર રોકાણકારોને નિરાશ કરી રહ્યું છે. ગઈ કાલે મંગળવારે બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોના નાણાં ઘોવાઈ (Stock Market crash0 ગયા હતાં. આજે બુધવારે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં 500 પોઈન્ટ તુટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) પણ રેડ સિગ્નલમાં ખૂલ્યા બાદ 170 પોઈન્ટ ગગડ્યો હતો.
બજારની શરૂઆત:
આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ બુધવારના રોજ શેરબજારના બંને ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ખુલ્યા હતાં. BSE સેન્સેક્સ ગઈ કાલના 78,675.18 ના કલોઝિંગથી ઘટીને 78,495.53 ના સ્તરે ખૂલ્યો હતો, ત્યાર બાદ ટૂંક સમયમાં જ 500 થી વધુ પોઈન્ટ ઘટીને 78,131.36 ના સ્તરે આવી ગયો હતો. બીજી તરફ NSE નિફ્ટીએ પણ ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને સેન્સેક્સની જેમ નિફ્ટી પણ ઝડપથી ગગડ્યો. ટ્રેડિંગના એક કલાકની અંદર આ ઈન્ડેક્સ 170 પોઈન્ટથી વધુ ઘટીને 23,679.35ના સ્તરે પહોંચી ગયો હતો.
આ શેરોમાં ઘટાડો:
લાર્જકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં જોવા મળ્યો હતો. M&M શેર 3.06% ઘટીને રૂ. 2806.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલનો શેર 2.46% ઘટીને રૂ. 140.60 અને JSW સ્ટીલનો શેર 1.82% ઘટીને રૂ. 939 થયો હતો. Reliacneનો શેર 1.23 ટકા ઘટીને રૂ. 1257.45 થયો હતો, જ્યારે અદાણી પોર્ટ્સ શેર 1.08 ટકાના ઘટાડા સાથે રૂ. 1,311 પર ટ્રેડ કરી રહ્યો હતો.
Also Read – શેરબજારના કડાકામાં રોકાણકારોના રૂ. ૫.૩૦ લાખ કરોડનું ધોવાણ
મિડકેપ કેટેગરીની કંપનીઓના શેર પર નજર કરીએ તો, સુઝલોન શેર 5.14%, યુનોમિંડા શેર 4.11%, બાયોકોન શેર 3.02% અને Paytm શેર 2.84% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ કેટેગરીના શેર્સમાં ફેરચેમોર શેર 11.55% ઘટ્યો હતો.
(નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ માટે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.)