નેશનલ

વાયનાડમાં રાહુલ અને પ્રિયંકાની જીત પાછળ સાંપ્રદાયિક મુસ્લિમ ગઠબંધનનો હાથ, CPIM નેતાનો ચોંકાવનારો દાવો

થિરુવનંથપુરમઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી જંગી મતોથી જીત્યા હતા. આ પછી શનિવારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના એક સભ્યએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીની જીત પાછળ સાંપ્રદાયિક મુસ્લિમ ગઠબંધનનો હાથ છે.

સુલતાન બાથેરીમાં CPI(M)ની વાયનાડ જિલ્લા પરિષદમાં બોલતા વિજયરાઘવને કહ્યું હતું કે, ‘વાયનાડથી બે લોકો સંસદમાં ગયા છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. કોમવાદી મુસ્લિમ ગઠબંધનના મજબૂત સમર્થનના સહારે તેઓ ગયો છે. તેમના સમર્થન વિના રાહુલ ગાંધી માટે દિલ્હી પહોંચવું અશક્ય હતું. તેઓ વિરોધ પક્ષના નેતા છે. પ્રિયંકા ગાંધીની રેલીઓની આગળ અને પાછળની લાઇનમાં કોણ હતા? લઘુમતીઓમાં સૌથી ખરાબ ઉગ્રવાદી તત્વો તેમની વચ્ચે હતા. મુસ્લિમો કોંગ્રેસના નેતૃત્વ સાથે હતા. શું સાંપ્રદાયિક મુસ્લિમ જોડાણના સમર્થન વિના રાહુલ ગાંધી માટે દિલ્હી પહોંચવું શક્ય હતું? એવો સવાલ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો: શું પ્રિયંકા ગાંધી પાસેથી સાંસદ પદ છીનવાઈ જશે? આ મામલો કેરળ હાઈકોર્ટ પહોંચ્યો

વિજયરાઘવે કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમ સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પર વિજયરાઘવનો હુમલો 2014ની લોકસભા ચૂંટણી પછી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી લાઇન સાથે મેળ ખાય છે. CPIMએ એપ્રિલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવીને મુસ્લિમ વોટ બેંકને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ચૂંટણી પરિણામોમાં હિંદુ મતદારોએ CPIMના નેતૃત્વવાળી એલડીએફને છોડી દીધી હતી. ત્યારથી, CPIM હિંદુ મતોને પોતાની તરફેણમાં જીતવાનો પ્રયાસ કરી રહી છે. પલક્કડ, ચેલાક્કારા વિધાનસભા બેઠકો અને વાયનાડ લોકસભા બેઠક પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં CPIMનું આ વલણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. તેમણે મુસ્લિમ રાજકીય સંગઠનો પર જોરદાર પ્રહારો કર્યા હતા.

ગયા મહિને, વાયનાડ લોકસભા બેઠક પર મતદાન પહેલાં, પિનરાઈ વિજયને જમાત-એ-ઈસ્લામીને કોંગ્રેસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેની સાંસદ પ્રિયંકા હવે જમાત-એ-ઈસ્લામીના સમર્થનથી ચૂંટણી લડી રહી છે, જે લોકશાહીના પક્ષમાં નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button