મેટ્રોમાં કપલ ભૂલ્યું ભાન, કિસ કરતો વીડિયો વાઇરલ
નવી દિલ્હી: દિલ્હી મેટ્રો ઘણીવાર તેમાં થનાર મહિલાઓના ઝગડા, કપલના ઇન્ટીમેટ સીન તો કેટલાંક મુસાફરોની વિચિત્ર વર્તણૂંકને કારણે દિલ્હી મેટ્રો ચર્ચામાં હોય છે. ત્યારે હવે દિલ્હી મેટ્રોમાં એક કપલનો કિસ કરતો વિડીયો ફરી એકવાર વાઇરલ થયો છે. દુનિયાના ખૂણે કઇ પણ બને પણ દિલ્હી મેટ્રોનો વિડીયો કાયમ ઇન્ટરનેટ પર વાઇરલ થાય છે. ત્યારે હવે ફરી એકવાર એક કપલનો વિડીયો ગૂગલ પર ટ્રેન્ડીંગ છે. દિલ્હી મેટ્રોમાં વધુ એક કપલનો વાંધાજનક વિડીયો સામે આવ્યો છે જે જોઇને લોકો ગૂસ્સે થઇ રહ્યાં છે.
મેટ્રો રોમાન્સ કરનારા કપલ તમને બધે જ જોવા મળશે. આ પ્રેમી યુગલો લોકોની નજર બચાવી એક બીજા માટે પ્રેમ વ્યક્ત કરતાં દેખાય છે. આવો જ એક પ્રકાર આ મેટ્રોમાં પણ ચાલી રહ્યો હતો. વિડીયોમાં દોડતી મેટ્રોના દરવાજા પાસે એક કપલ એકબીજાની એકદમ નજીક આલિંગન કરતા દેખાય છે. તે માત્ર આલિંગન જ નહીં પણ જાહેર સ્થળે એક બીજાને કીસ કરતાં પણ દેખાય છે.
આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે, મેટ્રોમાં મુસાફરોની ભીડ છે. તો પણ આ કપલનું આજુબાજુ જરાય ધ્યાન નથી. ત્યારે મેટ્રોના જ એક મુસાફરે આ કપલનો વિડીયો રેકોર્ડ કર્યો હતો. અને હવે એ વાઇરલ થઇ રહ્યો છે. લોકો હવે આ કપલના આ કૃત્ય પર કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યાં છે. અગાઉ પણ આવા વિડીયો વાઇરલ થયા હતાં. આ વિડીયો પર ઘણાં લોકોએ તેમની પ્રતિક્રિયા પણ આપી છે.