નવી દિલ્હી: દેશમાં રિયલ એસ્ટેટ વિકાસ સાથે સંકળાયેલી 21 મોટી લિસ્ટેડ કંપનીઓએ એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન આશરે 35,000 કરોડ રૂપિયાની મિલકતોની સંપત્તિ વેચી હતી. આ પૈકી ગોદરેજ પ્રોપર્ટીઝે સૌથી વધુ વેચાણ બુકિંગની સૂચના આપી હતી. કેટલાકને બાદ કરતાં તમામ મોટા લિસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર્સે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વેચાણ બુકિંગમાં વાર્ષિક વૃદ્ધિ દર્શાવી છે. આમાં રહેણાંક મિલકતો ખાસ કરીને વૈભવી ઘરોની મજબૂત ગ્રાહક માંગનું મોટું યોગદાન રહ્યું છે.
આ પણ વાંચો: પાટે ચડ્યું રિયલ એસ્ટેટઃ અમદાવાદમાં રેસિડેન્શિયલ યુનીટ્સના વેચાણમાં આટલો વધારો
શેર બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતની 21 અગ્રણી લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપનીઓએ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 34,927.5 કરોડ રૂપિયાનું સંયુક્ત વેચાણ બુકિંગ નોંધાવ્યું છે.
આ સંયુક્ત વેચાણ બુકિંગમાંથી મોટાભાગનું વેચાણ રહેણાંક ક્ષેત્રમાંથી આવ્યું હતું. વેચાણ બુકિંગના સંદર્ભમાં ગોદરેજ પ્રોપર્ટીઝ જૂન ક્વાર્ટરમાં 8,637 કરોડ રૂપિયાના વેચાણ બુકિંગ સાથે સૌથી મોટી લિસ્ટેડ કંપની તરીકે ઉભરી આવી હતી.
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી રિયલ્ટી કંપની ડીએલએફ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેચાણ બુકિંગ ત્રણ ગણાના વધારા સાથે 6,404 કરોડ રૂપિયા રહ્યુ છે. મુંબઈ સ્થિત મેક્રોટેક ડેવલપર્સ જે ‘લોઢા’ બ્રાન્ડ હેઠળ પ્રોપર્ટીનું વેચાણ કરે છે. તેણે 4,030 કરોડ રૂપિયાનું વેચાણ બુકિંગ નોંધાવ્યું હતું.
આ પણ વાંચો: પાટે ચડ્યું રિયલ એસ્ટેટઃ અમદાવાદમાં રેસિડેન્શિયલ યુનીટ્સના વેચાણમાં આટલો વધારો
તાજેતરમાં લિસ્ટેડ ગુરુગ્રામ સ્થિત સિગ્નેચર ગ્લોબલે જૂન ક્વાર્ટરમાં 3,120 કરોડ રૂપિયાનું વેચાણ બુકિંગ હાંસલ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં ત્રણ ગણું વધુ હતું. બેંગલુરુ સ્થિત પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સે જૂન ક્વાર્ટરમાં 3,029.5 કરોડ રૂપિયાનું વેચાણ બુકિંગ નોંધાવ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ઓછું હતું.
બેંગલુરુ સ્થિત ફર્મ્સ શોભા લિમિટેડ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝે આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન અનુક્રમે 1,874 કરોડ અને 1,086 કરોડ રૂપિયાની સંપત્તિનું વેચાણ કર્યું હતું. બેંગલુરુ સ્થિત પૂર્વાંકરા લિમિટેડે 1,128 કરોડ રૂપિયાનું વેચાણ બુકિંગ હાંસલ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ સ્થિર રહ્યું હતું.