કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી, જાણો નવી અપડેટ

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. ચૂંટણી પંચે બિહારના મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને 6 ઓક્ટોબર સુધીમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ મુખ્ય ચૂંટણી કમિશનર બિહાર આવશે. તેમની મુલાકાત બાદ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરાશે તેમ મનવામાં આવે છે.
બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 6 ઓક્ટોબર બાદ થઈ શકે છે. આ સ્થિતિમાં બિહાર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરૂઆતમાં યોજાઈ શકે છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે અને ઘણી જગ્યાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે અને બહુમતી માટે 122 બેઠકો જરૂરી છે. અનડીએને 125 અને મહાગઠબંધનને 110 બેઠક મળી હતી. ભાજપને 74, જનતા દળ (યુનાઈટેડ)ને 43, કોંગ્રેસને 19, રાષ્ટ્રીય જનતા દળને 75 બેઠક મળી હતી. આરજેડી 75 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી હતી.
નીતીશ કુમારે એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ના નેતા તરીકે ફરીથી મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. એનડીએની સામે કોંગ્રેસ ગઠબંધન ઈન્ડિ પણ આ વખતે મક્કમપણે સત્તા ખેંચી લેવાના મૂડમાં છે, જ્યાં રાહુલ ગાંધીએ પદયાત્રા કર્યા પછી તેજસ્વી યાદવે પણ પદયાત્રા કાઢી હતી.
આપણ વાંચો: IT રિફંડમાં થઈ રહ્યો છે વિલંબ, જાણો કેટલા સુધીનું રિફન્ડ મળે છે ઝડપથી?